નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી: અભિનેતા સંજય દત્તની આગામી હોરર-કોમેડી ફિલ્મનું નામ ‘ધ ભૂતની’ રાખવામાં આવ્યું છે. નિર્માતાઓએ બુધવારે આ માહિતી આપી.
સિદ્ધાર્થ સચદેવ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં મૌની રોય, પલક તિવારી, સની સિંહ, બિયોન્સ અને આસિફ ખાન પણ છે.
આ ફિલ્મના નિર્માતા ‘સોહમ રોકસ્ટાર એન્ટરટેઈનમેન્ટ’ અને ‘થ્રી ડાયમેન્શન મોશન પિક્ચર’ છે અને તે ૧૮ એપ્રિલે રિલીઝ થશે.
સોહમ રોકસ્ટાર એન્ટરટેઈનમેન્ટે ઇન્સ્ટાગ્રામ પર કહ્યું કે “હોરર, એક્શન અને કોમેડી” જોવા માટે તૈયાર રહો જે તમે પહેલાં ક્યારેય અનુભવ્યું નથી.