Sara Ali Khan On Religion: બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન ઘણી વખત ઈન્ટરવ્યૂમાં કેદારનાથ અને હિન્દુ ધર્મને ફોલો કરવા અંગે વાત કરી ચૂકી છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં સારાને પૂછવામાં આવ્યું કે, તમે તો મુસ્લિમ છો તો પછી તમને હિન્દુ મંદિરમાં જવાનું કેમ પસંદ છે? સારાએ ખૂબ જ રસપ્રદ જવાબ આપતા કહ્યું કે, બાળપણમાં જ મારી માતા અમૃતાએ મને કેટલીક વસ્તુઓને લઈને સમજાવી દીધુ હતું.
તું ‘ભારતીય’ છે
એક્ટ્રેસે કહ્યું કે, ‘હું ખૂબ નાની હતી અને જ્યારે અમે સ્કૂલમાંથી ઈન્ટરનેશનલ ટ્રિપ પર જતા હતા, ત્યારે મેં મારી માતાને પૂછ્યું હતું કે, આપણે કોણ છીએ? હું કોણ છું? ત્યારે મારા મમ્મીએ કહ્યું કે, તું ‘ભારતીય’ છે. હું એ ક્ષણ અને એ વાત ક્યારેય નહીં ભૂલી શકું. ઈન્ડિયા એક સેક્યૂલર દેશ છે. આ કોન્સેપ્ટ અને બાઉન્ડ્રી લોકોએ બનાવી છે. હું તેમાં વિશ્વાસ નથી કરતી. હું એ બાબતોને ભાવ પણ નથી આપતી. કદાચ બીજા લોકો આપતા હશે, હું નથી આપતી. લોકો પોતાની વસ્તુઓને બીજા પર થોપી દે છે. હું નથી માનતી તો નથી માનતી.’
પિતા મુસ્લિમ અને માતા હિન્દુ
તમને જણાવી દઈએ કે, સારા અલી ખાનના માતા અમૃતા સિંહ હિન્દુ છે અને તેમના પિતા સૈફ અલી ખાન મુસ્લિમ છે. સારાને આ બાબતથી કોઈ ફર્ક નથી પડતો. સારા અલી ખાન છેલ્લે ‘સ્કાય ફોર્સ’માં નજર આવી હતી પરંતુ લાઈમલાઈટ વીર પહાડિયા લઈ ગયો હતો. એક સમય હતો જ્યારે બંને રિલેશનમાં હતા. જોકે, બંનેએ આ વાતને કબૂલ નહોતી કરી.