Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતાના ઉલ્ટા ચશ્મા.’ના ચાહકો માટે ગૂડ ન્યૂઝ આવ્યા છે. વર્ષોથી જોવાઈ રહેલી રાહનો અંત આવ્યો છે. અનેક ઓડિશન બાદ હવે મેકર્સને નવી દયાબેન મળી ગઈ છે. દિશા વાકાણીએ દયાબેનના પાત્રમાં જીવ ફૂંક્યો હતો. તે 2018માં મેટરનિટિ લીવ પર ગઈ હતી. ત્યારથી તે શોમાં પાછી નથી ફરી. મેકર્સે લાંબા સમય સુધી તેની રાહ જોઈ. બે બાળકો બાદ તેના માટે પરિવાર છોડીને શૂટિંગ કરવું મુશ્કેલ હતું. તેથી મેકર્સે નવી દયાબેનની તલાશ શરૂ કરી દીધી. આખરે આ તલાશનો અંત આવ્યો છે.
દયાબેનના રોલ માટે એક્ટ્રેસ ફાઈનલ
એક અહેવાલ પ્રમાણે અસિત મોદીને ફાઈનલી દયાબેનના રોલ માટે કોઈક પસંદ આવી ગયું છે. હજુ સુધી તે એક્ટ્રેસની ઓળખ રિવીલ કરવામાં નથી આવી. ઈન્સાઈડરનું કહેવું છે કે, શોની ટીમે નવી દયાબેન સાથે મોક શૂટ કરવાનું શરૂ કરી દીધું છે. નવી એક્ટ્રેસ સાથે લગભગ એક અઠવાડિયાથી શૂટિંગ ચાલી રહ્યું છે. આ સમાચાર સાંભળ્યા બાદ ચાહકોની ખુશીનો કોઈ પાર નથી. તેઓ પણ ઘણા સમયથી દયાબેનની રાહ જોઈ રહ્યા હતા. દયાબેનનું કમબેક એક મોટી ઈવેન્ટ બનવા જઈ રહી છે. આ જ વર્ષે જાન્યુઆરીમાં અસિત મોદીએ પુષ્ટિ કરી હતી કે, દિશા વાકાણી શોમાં પાછા ફરી શકશે નહીં, તેથી અમે નવી દયાબેનની તલાશ શરૂ કરી દીધી છે.