Tapu-Sonu Wedding:  “તારક મહેતા…” માં પ્રેમનો ક્લાઈમેકસ! ટપ્પુ-સોનુએ ભાગીને કરી લીધા લગ્ન ?

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Tapu-Sonu Wedding: સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં અત્યારે જોરદાર ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. ગોકુલધામ સોસાયટીના સેક્રેટરીની પુત્રી સોનુ અને જેઠાલાલના પુત્ર ટપ્પુએ ભાગીને લગ્ન કરી લીધા છે.

સોનુ અને ટપ્પુના લગ્ન તેમના સોસાયટીના મિત્રોની હાજરીમાં થયા. તો ભિડે પોતાની પત્ની સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયો છે. તે આ લગ્નના વિરુદ્ધ છે. એટલું જ નહીં પુત્રી સોનુ અને જમાઈ બની ચૂકેલા ટપ્પુના મંદિરમાં મળ્યા બાદ ભિડે નારાજ થઈ જાય છે અને જોડીને આશીર્વાદ આપવાથી ઈનકાર કરી દે છે.

- Advertisement -

આ સિવાય બાપુજી અને જેઠાલાલ પણ ટપ્પુને ફરિયાદ કરે છે કે તેણે મારી અને દયાબેનની હાજરીમાં લગ્ન કર્યાં નહીં. બાપુજીનું કહેવું છે કે હું પૌત્રના લગ્ન જોવા માગતો હતો. ભિડે અને તેની પત્ની પુત્રી સોનુને સમજાવવામાં લાગેલા છે. માતા સોનુને કહે છે કે તારે જણાવવું જોઈતું હતું કે તું ટપ્પુને પસંદ કરે છે. જોકે સોનુ જાણતી હતી કે જો તે જણાવી દેત તો ક્યારેય લગ્ન કરી શકત નહીં.

આમ તો સોનુ અને ટપ્પુ લગ્ન કર્યા બાદ ખૂબ ખુશ છે. બંને લગ્નના રસમો નિભાવ્યા બાદ ખૂબ ફોટા પડાવે છે અને અંતમાં પરિવારને પણ મનાવી લે છે. ઘરે પાછા ફર્યા પહેલા બંને પરિવારની સાથે મળીને ગરબા પણ કરે છે. યુઝર્સ આ સમગ્ર ઘટનાને જોઈને હસી રહ્યાં છે. અમુકનું કહેવું છે કે કદાચ ભિડે, સોનુ અને ટપ્પુના લગ્નનું સ્વપ્ન જોઈ રહ્યો છે.

- Advertisement -

Share This Article