બ્લડ કેમ્પનું આયોજન કરીને ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો જન્મદિવસ ઉજવાયો.
રાજકોટ: ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલની પર્સનાલિટી એવી છે કે જ્યારે પણ તેઓ મીડિયા સમક્ષ આવે છે ત્યારે કોઈને કોઈ વિવાદાસ્પદ મુદ્દો તેમની સામે આવી જાય છે અને ત્યારબાદ તેમના નિવેદનથી ઘણા નવા રાજકીય સમીકરણો રચાય છે અથવા તો આખી વાત ચર્ચાના ચકડોળે ચડે છે. રાજકોટમાં નિવેદન આપતા કેટલી જૂની વાતોની ચર્ચા પણ નીકળી.
પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા તેઓએ જણાવ્યું હતું કે એક પત્રિકા દ્વારા સવા મહિના પછી રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને લાગે છે. કોઈ પણ બાબતમાં ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી. સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ. જો રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ ન થાય.
જે રાજકારણમાં છે તેમને હું સપોર્ટ કરીશ. ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ. ખોડલધામ તરફથી કોઈ દ્વેષ કે કોઈ રાગ નથી. ઘરમાં કાંઈ ઝઘડા હોય જ નહીં. ઘરમાં સમાધાન જ હોય. ખોડલધામ તરફથી હું ખાતરી આપું છું કે કોઈ રાગ નથી..
જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા તેને જ્યારે જરૂર પડે છે ત્યારે તેમની સાથે ઉભા રહ્યા છે. આમ જ્યાં નરેશ પટેલ ત્યાં થોડો વિવાદ તેવું પ્રસ્થાપિત થતું જાય છે.
તેમના જન્મદિવસની ઉજવણીએ આજે તેમણે મહારક્તદાન કેમ્પ યોજી સમાજને એક નવો રાહ ચિંતવાનો પ્રયત્ન કર્યો છે.