જૂનાગઢ-પોરબંદરના ઘેડ વિસ્તારના ૪૦ ગામો આઠ – દશ દિવસ સુધી સંપર્ક વિહોણા થયા હતાં.

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 5 Min Read

વિશ્વ ગુરૂ, હિંદુદેશ, ગુજરાત મોડેલની ડબલ એન્જીન સરકાર માટે કાળી લીટી સમાન છે.

આ જ સુધીના પુરના કારણે પાક નુકશાની થાય તો સરકાર ઘેડમાં ખરીફ પાક નુકશાની વળતર આપતી નથી. ગુજરાતનો પ્રદેશ ન હોય તેમ ભાજપના નેતાઓ વર્તે છે.

- Advertisement -

congress rally

જુનાગઢ જિલ્લાના 4 અને પોરબંદર જિલ્લાના 1 એમ કુલ પાંચ તાલુકાના 70 ગામોના, અંદાજે 2 લાખ 50 હજાર વસ્તી અને અંદાજે 1 લાખ હેકટર ખેતી લાયક જમીન ધરાવતો આ વિસ્તાર ઘેડ છે.

- Advertisement -

અહીં ભાદર, વેણુ, ઊબેણ, ઓઝત, સાબરી, ટીલોરી, મઘુવંતી, છિપરાળી નદીઓ નીકળે છે જે અંદાજે 200 વર્ગ ચોરસ કિલોમીટરમાં વરસાદી પાણી ભરાય છે. દર વર્ષે કાળો કહેર વર્તાવે છે.

માર્ગ મકાન વિભાગ અને સિંચાઈ વિભાગ ભ્રષ્ટાચાર કરી કરોડો રૂપિયા ખર્ચ કરે છે. સ્થિતિ ઠેરની ઠેર જ રહે છે.

- Advertisement -

મરામત, પ્રોટેક્શન દીવાલો, પુલો, નદી દર વર્ષે સાફ કરી ઊંડી કરવી, ઝાળી ઝાંખરાઓ સાફ કરવા વગેરે પ્રી-મોનસૂન કામગીરી માત્ર કાગળ પર થાય છે.

પાણી ભરાઇ રહેતા હોવાથી દર વર્ષે માર્ગો તૂટી જાય એટલે નવા બનાવાય છે. સિમેન્ટના માર્ગો બનાવતા નથી.

માટી અને ઝાડી ભરાઈ જતાં, નીચે પાણી ભરાઈ જતાં પુલ ડેમનું કામ કરે છે.

પ્રોટેક્શન વોલ 80ના દાયકામાં બનાવેલી છે, તે હજુ અકબંધ છે. પણ ભાજપની સરકારોમાં બનેલી પ્રોટેક્શન વોલ તૂટી જાય છે.

પાળા તૂટી જતાં નદીઓ દર વર્ષે 150 ખેડૂતોના ખેતરો ધોવાઈને નદીમાં ભળી જાય છે.

નદી વહેણ બદલવાના કારણે બધા જ ગામોમાં અને ખેતરોમાં નદી પ્રવેશે છે. જેના કારણે ખેડૂતોને પારાવાર નુકશાન થાય છે. તૂટેલી નદી પછી સમગ્ર ઘેડમાં ફરી વળે છે.

ખેતરો, રોડ, રસ્તા ડૂબે છે. ગામો ફરતે પાણી ભરાય જાય છે. ગામો ટાપુમાં ફેરવાય છે. સંપર્ક વિહોણા થાય છે.

જેતપુર અને તેની આસપાસના સાડી ઉદ્યોગો દ્વારા કેમિકલ કચરો ઊબેણ, ભાદર નદીમાં ઠાલવવામાં આવે છે. જે કેમિકલ યુક્ત ઝેરી પાણી કે “લાલપાણી” ખેડૂતોના ખેતરોમાં આવતા જ ઉભો પાક બળી જાય છે. જમીન ખરાબ થતાં ખેતર બંજર થઈ જાય છે.

1992 સુધી સરકારની “ઘેડ વિકાસ સમિતિ” કામ કરતી હતી. જે બધા જ કામો કરાવતી હતી.

કૃષિ પ્રધાન વિજય મહન્તે ઓઝાત નદીમાં પાણીના નિકાલ માટે આખી નવી જ નદી ખોદાવી હતી. ઓઝાત નદીને બે ભાગમાં વહેંચી હતી.

ઘેડ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ કરવું હોય તો મોદી ગેરેન્ટી જેવી કોઈ ગેરેન્ટી નહિ ચાલે. સાફ નિયત રાખવી પડશે.

નદીઓના મુખ પ્રદેશમાં દરિયાના મોજાના કારણે દર વર્ષે જે રેતી, માટી, કાંકરા, પથ્થર ભરાય જાય છે.
તેથી નદીઓ પુરાવા લાગે છે. નદી છીછરી થતી જાય છે. તેનું દર વર્ષે ઉંડી કરી મરામત કરવું જરૂરી છે.

સરકારે એક પ્રોજેક્ટના ભાગરૂપે નદીઓ ઊંડી પહોળી કરવાની ખાસ જરૂર છે. નદીઓની દીવાલો પર યોગ્ય પેચિંગ વર્ક કરવું જરૂરી છે. નદીઓમાં વળાંક આવે છે ત્યાં પ્રોટેક્શન વોલ બનાવવાની જરૂર છે.

નદીના પુલની ઊંચાઈ વધારવી જોઈએ. દરેક પુલના સ્પાન કે ગાળા પહોળા હોવા જોઈએ. જેથી તેમાં જાળી ઝાંખરાં ન ભરાય જાય.

નદીઓના મુખ પ્રદેશમાં દરિયામાં ભળે છે ત્યાં યોગ્ય દરવાજા (બારા) મુકવાની જરૂર છે. નહેર બનાવી પાણી દરિયામાં કાઢવાની જરૂર છે. નહેરમાં વાલ ખોલી પાણી બહાર કાઢવાની વ્યવસ્થા કરો.

નદી ઊંડી પહોળી કરવા ખેડૂતોના ખેતરો, મકાન, કુવા જે કોઈ વસ્તુ આવે તેને સંપાદન કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવા જરૂરી છે.

ઓઝત, સાબળી, ટીલોરી, મધુવંતી, છીપરાળી પર કોજવેની જગ્યાએ ઊંચાઈ વાળા પુલો અને ડામર રસ્તાઓની જગ્યાએ ભ્રષ્ટાચાર વગરના સીમેન્ટ રોડ(RCC) બનવવા ખૂબ જરૂરી છે.

નદીમાં કેમીકલ છોડતા ઉદ્યોગો પર હપ્તા લીધા વગર ભ્રષ્ટાચારમાં ડૂબ પોલ્યુશન બોર્ડ દ્વારા કડક અમલ કરી આ કેમીકલ ને નદીમાં ઠાલવતા અટકાવવા કડક કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે.

ઝેરી કેમિકલના કારણે 10 વર્ષમાં 1 લાખ હેકટર ખેતરો બંજર થઈ જશે.

ઘેડ વિકાસ સમિતિ કામ કરતી હતી તેમ ઘેડ વિકાસ નિગમ બનાવવામાં આવે. જેથી ઘેડના આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવામાં આવે.

ચાલુ વર્ષે થયેલા અતિભારે વરસાદના કારણે હેક્ટર દીઠ દોઢ લાખનું રૂ. 500થી 600 કરોડનું ખાસ રાહત આપો.

ઝેરી કેમિકલ ઊબેણ નદીમાં ઠાલવવાનું તાત્કાલિક ધોરણે સદંતર બંધ કરવામાં આવે.

એશિયાનો સૌથી મોટો માટીનો ડેમ અમીપુર ડેમ ધરોહર સમાન છે. 7 વરસથી રીપેરીંગના નામે દર વર્ષે થિંગડા મારે છે.

સોમનાથ માધુપુર પોરબંદર દરિયાઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બની રહ્યો છે. સૌરાષ્ટ્રનું પાણી ઘેડમાં આવે છે તેનો નિકાલ કરવા માટે ખૂબ જ ઓછા પુલ મુકવામાં આવ્યા છે. જે ખેડૂતોનખેતરોને બરબાદ કરે છે.

માણાવદર તાલુકામાંથી ભાદર નદી પસાર થાય છે ત્યાં દર વર્ષે ખૂબ નુકશાન કરે છે, તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે.

ખેડૂતોનું નુકશાનીનું તાત્કાલિક સર્વે કરી વળતર ચુકવવામાં આવે.

સરકાર બે મહિનાની મુદતમાં કેબિનેટમાં ઘેડ વિકાસ નિગમ બનાવવાની અને બે મહિનામાં નદીઓ ઊંડી પહોળી કરવાનો એક્શન પ્લાન જાહેર કરવા અને 2025ના ચોમાસા પેહલા પ્રશ્ન હલ કરવાની માંગ છે.

માંગો સંતોષવામાં સરકાર અને તંત્ર નિષ્ફળ રહેશે તો ગાંધી ચીંધ્યા માર્ગે લડત કરવા મજબૂર થવું પડશે.

પાલભાઈ આંબલિયા
અધ્યક્ષ, ગુજરાત કિસાન કોંગ્રેસ

Share This Article