ફુલગુલાબી ઠંડીની મંગળવારે વહેલી સવારે ભાવનગર તળાજા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. તો અકસ્માતમાં 15થી પણ વધારે લોકો ઘાયલ થયા છે. તળાજાના ત્રાપજ બાયપાસ હાઈવે પર આ ઘટના બની હતી, જેમાં ખાનગી લક્ઝી બસ બંધ ડમ્પરમાં ઘુસી જતા રસ્તા પર લોહીની નદી વહી હતી.
હાઈવે પર બંધ પડેલા ટ્રકની પાછળ ખાનગી બસ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્મતામાં 10 થી વધુ લોકોને ઈજા પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. તો કેટલાક લોકોને તળાજા અને કેટલાક લોકોને ભાવનગર સારવાર માટે ખસેડાયા હતા.
ખાનગી લક્ઝરી બસ સુરતથી રાજુલા તરફ જતી હતી, ત્યારે તળાજા પાસે આ બનાવ બન્યો હતો.
તો બીજી તરફ, વડોદરામાં વધુ એક ભારદારી વાહને નિર્દોષનો જીવ લીધો છે. છાણી રોડ પર ગઈકાલે રાત્રે કોંક્રિટ મિક્સર મશીનની અડફેટે બાઈક સવારનું મોત નિપજ્યુ હતું. છાણી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાઈક સવાર અમિતચંદ્ર મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, તો કોંક્રિટ મિક્સરના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ