Flower Show : 3 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે ફ્લાવર શો 2025, 23 વિવિધ પ્રકારના ફૂલોનું પ્રદર્શન.

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Flower Show : અમદાવાદમાં દર વર્ષે શિયાળા દરમિયાન ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો દૂર દૂરથી ફ્લાવર શોને નિહાળવા માટે આવે છે. આ વર્ષે પણ અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. આવતીકાલથી ફ્લાવર શો 2025ની શરૂઆત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ થશે.

સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન

- Advertisement -

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે 3થી 22 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે. ફ્લાવર શોમાં દેશના વિકાસ અને સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન કરવામાં આવશે. જો કે આ વર્ષે સહેલાણીઓને ફ્લાવર શોની મુલાકાત લેવી મોંઘી પડી શકે છે. આ વર્ષે 3 જાન્યુઆરીથી ફ્લાવર શો શરુ થવાનો છે જેની ટિકિટમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફ્લાવર શોની ટિકિટમાં મોટો વધારો કરાયો છે.

આ વર્ષે 15 કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. સ્કલપચર બનાવવા પાછળ 7.5 કરોડથી વધુનો ખર્ચ થયો છે. વિવિધ 23 પ્રકારના ફૂલોનું નજરાણું મૂકવામાં આવ્યું છે. 2025ના આ ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. 2024 ની સરખામણીએ 2025 ફ્લાવર શોમાં લગભગ દોઢથી બે ગણો ખર્ચ થયો છે.

- Advertisement -

સ્પેશિયલ વિઝિટ માટે 500 રૂપિયા ચૂકવવા પડશે

અમદાવાદના ફ્લાવર શોમાં સોમથી શુક્રવારે 70 રુપિયાની એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જ્યારે શનિવાર અને રવિવારે ફ્લાવર શોની ટિકિટ 100 રુપિયા રાખવામાં આવી છે. જ્યારે જો કોઈ વ્યક્તિને સ્પેશિયલ ફ્લાવર શોની વિઝિટ કરવી હોય તે લોકો માટે 500 રુપિયા ચાર્જ રાખવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે. સ્પેશિયલ વિઝિટ માટેનો સમય સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11માં રાખવામાં આવ્યો છે.

- Advertisement -

એએમસી ગાર્ડન વિભાગ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ 2025 ફ્લાવર શો માટે સોમવારથી શુક્રવાર 85 રૂપિયા ટિકિટ અને શનિવારથી રવિવાર 125 રૂપિયા ટિકિટ દરની દરખાસ્ત મૂકી હતી. જેની સામે સત્તા પક્ષે ટિકિટ દરમાં સુધારા સૂચવ્યા હતા. જેમાં સોમવારથી શુક્રવાર 70 રૂપિયા અને શનિવારથી રવિવાર 100 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચાર્જ મંજૂર કર્યો છે.

Share This Article