અમદાવાદ ફ્લાવર શૉએ સૌથી મોટા ફ્લાવર બુકે માટે ગિનિસ રેકોર્ડ જીત્યો

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Ahmedabad International Flower Show : અમદાવાદના ઈન્ટરનેશનલ ફ્લાવર શૉને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયુ છે. 10.24 મીટર હાઈટ તથા 10.84 મીટર ત્રિજ્યાવાળા ફ્લાવર બુકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે તરીકે સ્થાન મળ્યુ છે. અગાઉ આ પહેલા આ રેકોર્ડ યુનાઈટેડ આરબ એમિરેટસની અલ-એઈન મ્યુનિસિપાલિટીના નામ ઉપર હતો.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજીત કરવામાં આવેલા ફ્લાવર-શો-2025ને સતત બીજા વર્ષે વૈશ્વિક બહુમાન પ્રાપ્ત થયુ છે. ગત વર્ષે આયોજીત કરવામાં આવેલા ફ્લાવર શૉમાં સૌથી લાંબી ફ્લાવર વોલ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. સતત બીજા વર્ષે ફ્લાવર શૉમાં વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકેને લઈ સિદ્ધિ મળી છે.

- Advertisement -

યુ.એ.ઈ.ની અલ-એઈન મ્યુનિસિપાલિટીને અગાઉ આ એવોર્ડ 7.7 મીટરના ફ્લાવર સ્ટ્રકચર માટે 18 ફેબ્રુઆરી-24ના રોજ આપવામાં આવ્યો હતો. ગિનિસ બુકની ટીમ દ્વારા આપવામાં આવેલા એવોર્ડને ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસન સહીતના મ્યુનિ.પદાધિકારીઓ દ્વારા સ્વિકારવામાં આવ્યો હતો.

Share This Article