AMTS Bus: અમદાવાદના વિવિધ રોડ ઉપર વધતા જતા ટ્રાફિકનુ ભારણ ઘટાડવા આજે શુક્રવારથી એ.એમ.ટી.એસ.ની પાંચ રુટની 49 બસ બી.આર.ટી.એસ. કોરીડોરમાં દોડાવાશે. બી.આર.ટી.એસ.બસસ્ટેન્ડ ઉપરથી પણ એ.એમ.ટી.એસ.બસ મળી રહેશે.
બી.આર.ટી.એસ.બસસ્ટેન્ડ ઉપરથી પણ એ.એમ.ટી.એસ.બસ મળી રહેશે
એ.એમ.ટી.એસ.કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ કહયુ, બી.આર.ટી.એસ.બસના કોરીડોર બહારના રોડ ઉપર ટ્રાફિકનુ ભારણ ઘટાડવાના આશયથી ઓઢવથી ધુમા, સારંગપુરથી બોપલ, ધુમાથી નરોડા ઉપરાંત ઈસ્કોનથી વિવેકાનંદનગર અને ગોધાવીથી હાટકેશ્વર એમ કુલ પાંચ રુટની 49 બસ બી.આર.ટી.એસ.કોરિડોરમાં દોડાવવાનો નિર્ણય કર્યો છે.
બસોના શિડયુઅલ કે ભાડાના દરોમાં હાલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એએમટીએસ કન્સેશન પાસ પણ હાલની જેમ જ માન્ય રહેશે.એએમટીએસ બસની ટિકીટ મેળવી નહીં શકાય માત્ર અવરજવર કરી શકાશે.