Antisocial elements Terror in Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્ત્વોએ તલવારો સાથે સોસાયટીમાં મચાવ્યો ઉત્પાત

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Antisocial elements Terror in Ahmedabad: રાજ્યમાં વધતા જતા અસામાજિક તત્ત્વોના ત્રાસને ઓછો કરવા અને કાબૂમાં કરવા માટે રાજ્યની પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમછતાં રાજ્યની પોલીસ અસામાજિક તત્ત્વો પર લગામ કસવામાં નિષ્ફળ નીવડી છે. રાજ્યના વિવિધ શહેરોમાંથી અસામાજિક તત્ત્વોના આતંકની ઘટનાઓ રોજ સામે આવી રહી છે. ત્યારે ફરી એકવાર અમદાવાદની એક સોસાયટીમાં અસામાજિક તત્ત્વો દ્વારા આતંક મચાવ્યો હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મેગા સિટી અમદાવાદમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થા કથળતી જતી હોય એવું લાગી રહ્યું છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા છતાં કોઇ ફરક પડતો નથી. ત્યારે અમદાવાદના અજિલ મીલ ચાર રસ્તા પાસે આવેલી રહેણાંક મકાનમાં 7થી 8 લોકોનું ટોળું તલવાર, લાકડી, ધોકા અને પાઇપો સહિતના ઘાતકી હથિયારો સાથે આવી પહોંચ્યું હતું અને રીતસરનો ઉત્પાત મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -

અસામાજિક તત્વોને કદાચ પોલીસનો ડર નથી રહ્યો. શહેરમાં છાશવારે લુખ્ખાતત્વોની દાદાગીરીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે ઘર પર હુમલાની ઘટના બનતા હવે પ્રજામાં પણ લુખ્ખા તત્ત્વોનો ડર જોવા મળ્યો છે. ત્યારે એક જ સવાલ થાય કે, અમદાવાદ રહેવા લાયક રહ્યું નથી?

ત્યારે અમદાવાદની જનતામાં ગણગણાટ થઇ રહ્યો છે કે જાહેરમાં તલવાર જેવા ઘાતકી હથિયારો વડે હુમલાની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે અને પોલીસ કાર્યવાહી થતી હોવાછતાં અસામાજિ તત્ત્વો કેમ સુધરતા નથી? લોકો સતત ભય અને ડરના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

- Advertisement -
Share This Article