Ayush Procon Company: આયુષ પ્રોકોન કંપની સામે રૂ. 1.06 કરોડ દંડની વસૂલી માટે કોર્ટમાં ફરિયાદ

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Ayush Procon Company: ધોળકાના સિંધરેજ ગામે ૧૦૦ વિઘા ગૌચરમાં થયેલા ગેરકાયદેસર ખનન બાબતે મે.સ.આયુષ પ્રોકોન પ્રા.લી. પાસેથી ૪૩,૦૯૮ મેટ્રિક ટન સાદી માટીના બિન અધિકૃત ખનન બદલ સેસન્સ કોર્ટમાં રૂ.૧,૦૬, ૩૪,૪૩ વસુલવા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

બાવળાના હિતેષભાઈ જાદવ અને ગામના સ્થાનિક રહીશ વિજયભાઈ પરમાર દ્વારા સિંધરેજ ગામે ગૌચરમાં થતું ગેરકાયદેસર ખનન અટકાવા મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર અને ભુસ્તર માઈનિંગ કમિશનરને રજૂઆત કરી હતી.

- Advertisement -

રજૂઆતના પગલે ભૂસ્તર વિજ્ઞાાન અને ખનીજ ખાતાએ જણાવ્યું કે, અત્રેની કચેરીને વિવિધ માધ્યમોથી મળેલી ફરિયાદ અરજીઓ અન્વયે સિંધરેજ ખાતે પંચો તેમજ ફરિયાદીને સાથે રાખી ખાડાની તપાસ હાથ ધરવામાં આવી હતી.

ફરિયાદી અને પંચોએ જણાવ્યા મુજબ તથા રજુ કરેલા વિડીયોગ્રાફી તથા વાહનોના રજીસ્ટ્રેશનની વિગતે મે.સ.આયુષ પ્રોકોન પ્રા.લી. સામે સિંધરેજ ગામના સર્વે નંબર ૬૬૭માં ૪૩,૦૯૮ મેટ્રિક ટન સાદી માટી ખનીજનું બિનઅધિકૃત ખનન/વહન કરવા બદલ સેશન્સ કોર્ટ, નવરંગપુરા ખાતે તા.૨૫/૦૨/૨૦૨૫ના રોજ રૂ.૧,૦૬,૩૪,૪૩૨નો દંડ વસુલવા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ૨૫ માર્ચ ૨૦૨૫ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

- Advertisement -

તપાસ દરમિયાન આયુષ પ્રાઇવેટ લિમિટેડ નામની એજન્સી અને ડમ્પરો વેલનેસ એન્ટરપ્રાઇઝ લિમિટેડના માલિક તથા અન્ય બે વાહનો દ્વારકેશ અર્થ મુવિંગસની માલિકીનાના વાહનો માટી ખનનમાં વપરાયા હોવાનું બહાર આવ્યું છે.

Share This Article