Cashless Treatment Denied: હેલ્થ ઈન્શ્યોરન્સ છતાં અમદાવાદની હોસ્પિટલોમાં કેશલેસ સુવિધા બંધ, ત્રણ કંપનીઓ સામે વિરોધ

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Cashless Treatment Denied: અમદાવાદની હોસ્પિટલો અને નર્સિંગ હોમમાં હવે હેલ્થ ઈન્શ્યોરન્સ હોવા છતાં કેશલેસ સારવાર નહીં મળી શકે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન- આહના દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે. હોસ્પિટલો અને દર્દીઓ દ્વારા કરાયેલી અનેક ફરિયાદોનો કોઈ ઉકેલ ન આવતા વિરોધમાં આહના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ત્રણ વીમા કંપનીના હેલ્થ ઈન્શ્યોરન્સ સામે છે વાંધો

કેર હેલ્થ

ટાટા એઆઈ જી

સ્ટાર હેલ્થ

સામાન્ય દર્દીઓ ક્યાં જાય? 

વીમા કંપનીઓ અને હોસ્પિટલોની આ લડાઈમાં સામાન્ય જનતાએ પિસાવવાનો વારો આવ્યો છે. હોસ્પિટલોનો તર્ક છે કે વીમા કંપનીઓ તરફથી પેમેન્ટમાં વિલંબ, ઓછું પેમેન્ટ જેવી અનેક સમસ્યાઓના કારણે કેશલેસ સુવિધા ચાલુ રાખી શકીએ તેમ નથી. સરકારી હોસ્પિટલોમાં પડતી હાલાકી ભોગવવી ના પડે તે માટે મિડલ ક્લાસનો વ્યક્તિ દર વર્ષે હજારો રૂપિયા ભરીને વીમો લે છે. એવામાં આ નવા વિવાદના કારણે ઈન્શ્યોરન્સના પૈસા ભર્યા હોવા છતાં સામાન્ય દર્દીઓને ફટકો પડશે.

આહનાના પ્રમુખ ડો. ભરત ગઢવીએ આ મુદ્દે જણાવ્યું છે કે, ‘અનેલ વખત વાટાઘાટો છતાં વીમા કંપનીઓ મનમાની કરી રહી છે જેના કારણે હોસ્પિટલો પર પ્રતિકૂળ અસર પડે છે.’

Share This Article