Clinical Research Scam : VS હોસ્પિટલ ક્લિનિકલ રિસર્ચ કૌભાંડમાં મોટો ખુલાસો, ડૉ. દેવાંગ રાણાની ઓફિસમાંથી મહત્ત્વના દસ્તાવેજોની ચોરી

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Clinical Research Scam : વી.એસ.હોસ્પિટલ ખાતે ક્લિનિકલ રીસર્ચ કૌભાંડમાં એક મહત્વપૂર્ણ ઘટસ્ફોટ થવા પામ્યો છે. સસ્પેન્ડ કરવામાં આવેલા ડૉક્ટર દેવાંગ રાણાની ઓફિસમાંથી રીસર્ચને લગતા મહત્વના દસ્તાવેજો અને સામગ્રીની ચોરી થઈ ગઈ છે. આ અંગેની ફરિયાદ મેડીકલ કોલેજના ડીનને કરી હતી.ત્રણ મહીનાના સી.સી.ટી.વી.ફુટેજ પણ માંગ્યા હતા. પરંતુ તે આપવામાં આવ્યા નથી.આ મામલે તેમણે જાન્યુઆરી-25માં મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રજૂઆત કરી હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

મ્યુનિ.દ્વારા બનાવવામાં આવેલી તપાસ કમિટી દ્વારા હજુ સુધી તમામ દસ્તાવેજ મળ્યા નથી એમ કહેવાયુ છે.ત્યારે ડૉક્ટર દેવાંગ રાણાએ તેમની ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજોની ચોરી થઈ હોવાની કરેલી રજૂઆત અને આક્ષેપ અંગે મ્યુનિસિપલ તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરાશે કે કેમ એ બાબત ચર્ચાનો વિષય બની છે.

- Advertisement -

વી.એસ.હોસ્પિટલમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા ડૉક્ટર દેવાંગ રાણાએ 25 જાન્યુઆરી-2૦25ના રોજ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો.તેમણે પત્રમાં કરેલી રજૂઆત મુજબ,તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.પત્રમાં આઠમા નંબરના મુદ્દામાં તેમણે લખ્યુ છે કે, મેં ડીનને ચોરી,જાસૂસી અને ગેરરિતીઓ મામલે ફરિયાદ કરી છે.ક્લિનિકલ ટ્રાયલ,ફાઈલો, મહત્વના દસ્તાવેજો અને ભંગાર સામગ્રી પણ મારી ઓફિસમાંથી ચોરાઈ ગઈ છે.

જે અંગેના ત્રણ મહિનાના સી.સી.ટી.વી.ફુટેજ મેં જોવા માંગ્યા હતા.પરંતુ તેઓએ વ્યકિતગત સ્વાર્થ માટે ચોકકસ વ્યકિતઓને બચાવવા માટે જાણી જોઈને ત્રણ મહીનાના સી.સી.ટી.વી ફુટેજ આપવાનો ઈન્કાર કર્યો હતો.જયારે મેં ચોરી માટે પોલીસ ફરિયાદ નોંધાવી ત્યારે મારા ઉપર પોલીસ ફરિયાદ કરવા અને ડીનને ગેરમાર્ગે દોરવા માટે લેખિતમાં માફી માંગવા માટે ભારે માનસિક દબાણ કરવામાં આવ્યુ હતુ.

- Advertisement -

મને કોઈપણ વાજબી કારણ વગર સસ્પન્શન અને ટ્રાન્સફરની ધમકી આપવામાં આવી રહી છે.અને મારી માનસિક તકલીફમાં વધારો થઈ રહયો છે. ડૉક્ટર કરણ શાહ અને દર્શના બહેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ માટે માફી માંગવા માટે દબાણ કર્યુ છે. મને ગેરમાર્ગે દોરવા માટે પ્રિન્સિપલ ઈન્વેસ્ટીગેટરની માફી માંગવા પણ કહયુ હતુ.

ડૉક્ટર દેવાંગ રાણાએ કરેલા આક્ષેપ કયા-કયા?

- Advertisement -

1. ડીને પક્ષપાત કર્યો છે જેમાં ડૉક્ટર કરણ શાહની જ તરફેણ કરે છે.

2. એમ.સી.આઈ.પોસ્ટ ગ્રેજયુઅટ રેગ્યુલેશન-2૦૦૦ મુજબ મને એટલે કે ડૉક્ટર દેવાંગ રાણાને એસોસિએટ પ્રોફેસર તરીકે નહીં પરંતુ ડૉક્ટર કરણ શાહને એસોસિએટ પ્રોફેસર તરીકે પ્રમોટ કર્યા છે.

૩. જયારે હુ એથિકસ કમિટીનો હવાલો સંભાળતો હતો ત્યારે ડૉક્ટર ફાલ્ગુની મજમુદારે એસ.ઓ.પી.નુ પાલન કરવા કહયુ હતુ.જયારે સ્પોન્સર પૈસા એથીકસ કમિટીના ખાતામા નાંખશે જે પૈસા આવે તેમાં મુખ્ય તપાસ કર્તાને 55 ટકા ,એએમસી મેટને 40 ટકા,ડીનને 2 ટકા ,મેડીકલ સુપ્રિટેન્ડન્ટને 2 ટકા તથા સભ્ય સચિવને 1 ટકા પૈસાની વહેંચણી કરવાની રહેશે.

4. ચાર વર્ષના મારા કાર્યકાળ પછી કોલેજ સત્તાવાળાઓને ખબર પડી હતી કે,સ્પોન્સર દ્વારા તમામ નાણાંકીય વ્યવહારોનો અધિકાર એસ.એમ.ઓ.ને આપવામાં આવ્યો છે.

5. મારા અગાઉના પદાધિકારીઓ દ્વારા સુચના અપાઈ ના હોય તો પણ હુ બધા એથિકસ કમિટીના સભ્યો અને મુખ્ય તપાસકર્તા,ડીન.પ્રાયોજક, એસ.એમ.ઓ.ની સામે સમાન ક્લિનિકલ ટ્રાયલના કરાર મુકી રહયો હતો બધા કાનૂની દસ્તાવેજો ઉપર સહી કરી રહયા છે.

Share This Article