Congress: કોંગ્રેસના અધિવેશનની રણનીતિએ કોંગ્રેસી કાર્યકરોમાં ઉત્સાહને બદલે કેમ નિરાશા ? શું થયું તેવું ?

Arati Parmar
By Arati Parmar 4 Min Read

Congress:  હાલમાં જ 64 વર્ષના લાંબા અંતરાલ બાદ,અમદાવાદમાં કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનને લઈને પાર્ટીના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહની સાથે જ ચિંતા પણ વધી ગઈ છે. તેનું કારણ છે રાહુલ ગાંધીની જાતિ ગણતરીની વ્યૂહરચના, જે આજે દેશના રાજકારણમાં તેમનો પ્રિય વિષય બની ગયો છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં પક્ષ દ્વારા પસાર કરાયેલા ઠરાવમાં રાજ્યમાં જાતિ ગણતરીના વચનનો પણ સમાવેશ થાય છે.

જો કોંગ્રેસ 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં જાતિ ગણતરીની વાત કરે છે, તો તેનું ધ્યાન ખાસ કરીને દલિત (SC), આદિવાસી (ST), OBC અને મુસ્લિમ મતદારો પર છે. પરંતુ, ગુજરાત કોંગ્રેસમાં નેતાઓનો એક વર્ગ એવો છે, જેઓ પાર્ટીના આ ઈરાદાથી આશ્ચર્ય અને ચિંતિત છે.

- Advertisement -

જ્ઞાતિની વસ્તી ગણતરીની હોડના કારણે ગુજરાતમાં હલચલ મચી ગઈ છે
ઉદાહરણ તરીકે, ગુજરાત કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું કે, આ બાબત ગુજરાત માટે નિરાશજનક અને નકામી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસે 99 બેઠકો જીતી હતી ત્યારે કદાચ ઉત્સાહમાં રાયબરેલીના આ સાંસદે 2027માં ગુજરાતમાં ભાજપને હરાવવા માટે લોકસભામાં પડકાર ફેંક્યો હતો.

ગુજરાત કોંગ્રેસમાં શું ભય પેદા કરી રહ્યો છે?
વાસ્તવમાં રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસ ગુજરાતમાં જે પ્રયોગ કરવા માંગે છે તે રાજ્યમાં પાર્ટી માટે ખૂબ જ કડવો સાબિત થયો છે. આ 1980ના દાયકાની વાત છે. સમગ્ર દેશની જેમ ગુજરાતમાં પણ કોંગ્રેસનું વર્ચસ્વ હતું. તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ નવા જ્ઞાતિ સમીકરણ સાથે રાજકીય જુગાર રમ્યો હતો.

- Advertisement -

તેમણે KHAM કાર્ડ અથવા ક્ષત્રિયો, હરિજન, આદિવાસીઓ અને મુસ્લિમોના જોડાણનો પ્રયાસ કર્યો. 1985ની ચૂંટણીમાં કોંગ્રેસને તેનો જબરદસ્ત ફાયદો મળ્યો. પાર્ટીએ વિધાનસભામાં 149 બેઠકો જીતી હતી. પરંતુ, કોંગ્રેસના આ સમીકરણથી પાટીદારો નારાજ થયા, જેઓ રાજ્યના રાજકારણમાં સૌથી વધુ પ્રભાવશાળી છે. અન્ય ઉચ્ચ જાતિના મતદારો પણ તેમને ટાળવા લાગ્યા.અને આમ સવર્ણ વર્ગે કોંગ્રેસથી દુરી બનાવી.જે આજેપણ અકબંધ છે.

1985 પછી કોંગ્રેસ ક્યારેય સત્તામાં નથી આવી
પરિણામ એ આવ્યું કે 1990ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી માત્ર 33 સીટો પર જ સમેટાઇને રહી ગઈ અને તેનો વોટ શેર પણ ઘટીને 30.90% થઈ ગયો. અહીંથી ભાજપે ગુજરાતના રાજકારણમાં એવો પગપેસારો કર્યો કે 2022ની ચૂંટણી આવે ત્યાં સુધીમાં તેણે રાજ્યમાં જીતના તમામ રેકોર્ડ તોડી નાખ્યા.

- Advertisement -

આવી સ્થિતિમાં ગુજરાતમાં જાતિ ગણતરી કરાવવાના રાહુલ ગાંધીના ઈરાદા અંગે પાર્ટીના એક પદાધિકારીએ કહ્યું છે કે, ‘આ ઈતિહાસને જોતા મને લાગે છે કે રાહુલ ગાંધીએ ગુજરાતને આ પ્રકારની રાજનીતિના દાયરાની બહાર રાખવું જોઈતું હતું, જેના પર તેઓ હવે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.’

કોંગ્રેસને હરાવવાની રણનીતિમાં ભાજપ ચેમ્પિયન છે
ગુજરાતના વર્તમાન રાજકારણને સમજીએ તો પણ કોંગ્રેસની આ વિચારસરણીની સફળતા પર પ્રશ્નાર્થ ચિન્હો છે. 2022 માં, ભાજપે 182માંથી 156 બેઠકો જીતી છે અને 52.5% મત મેળવ્યા છે, પરંતુ દલિતો, આદિવાસીઓ અને ઓબીસીના સમર્થન વિના આ શક્ય નથી.

એટલું જ નહીં, રાજ્યમાં સાડા ત્રણ દાયકાથી અને કેન્દ્રમાં એક દાયકાથી વધુ સમયથી સત્તામાં હોવાને કારણે, કોંગ્રેસ માટે પક્ષ અને સરકારમાં પછાત અને દલિત-આદિવાસી લોકોને જે હોદ્દાઓ ઓફર કરવામાં આવે છે તેની સાથે સ્પર્ધા કરવી સરળ નથી. કોંગ્રેસ માત્ર જાતિ ગણતરીની વાત કરી રહી છે, જ્યારે ભાજપ પાસે આ સમુદાયોને આપવા માટે ઘણું બધું છે.

આ જ કારણ છે કે કોંગ્રેસના ઘણા નેતાઓ શાંત સ્વરમાં કહેવા લાગ્યા છે કે જાતિગત કાર્ડ સાથે રાજ્યમાં પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી. અહીં આ મુદ્દો ન ચાલે બલ્કે આનાથી પક્ષને વધુ નુકસાન જ થઈ શકે છે. જેમ કે એક વરિષ્ઠ નેતાએ પણ કહ્યું, ‘આપણે શું કરી શકીએ? છેવટે, અમે કોંગ્રેસના કાર્યકરો છીએ અને અમારે પાર્ટી લાઇનને અનુસરવાનું છે.પરંતુ આ એક નિરાશા જ છે.મતલબ કે 64 વર્ષે યોજાયેલ અધિવેશન ખરેખર કોઈ ફાયદો કરાવી શકશે કે કેમ ? તે સવાલ તો ઉભો જ છે.

Share This Article