Gandhinagar News : “ગુજરાત ભાજપના જિલ્લા-શહેર પ્રમુખોની નવી યાદી જાહેર, 1 જિલ્લો અને 4 શહેરો હજી બાકી!”

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Gandhinagar News : ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરના નવા ભાજપ પ્રમુખની જાહેરાત ભાજપે કરી દીધી છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની વરણી કરવામાં આવી છે, જ્યારે અમરેલીમાં અતુલ કાનાણી, બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલા, સુરતમાં ભરતભાઈ રાઠોડ, ગાંધીનગરમાં અનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

આ જિલ્લા-શહેર પ્રમુખની જાહેરાત હજુ બાકી
ભાજપે શહેર જિલ્લા પ્રમુખોની જાહેરાતની જે યાદી બહાર પાડી છે તેમાં હજુ પણ કેટલાક શહેર અને એક જિલ્લાના પ્રમુખની જાહેરાત કરવામાં નથી આવી, જેમ કે, વડોદરા જિલ્લા પ્રમુખ, ગાંધીનગર, અમદાવાદ, પોરબંદર, અને પંચમહાલ શહેરના પ્રમુખના નામની જાહેરાત બાકી છે.

- Advertisement -

ભાજપે કોને આપ્યું પ્રાધાન્ય?

યાદીમાં ઉડીને આંખે વળગે તેવી બાબત સંઘ સાથેનો સબંધ પણ જોવા મળે છે. મોટાભાગના પ્રમુખ સંઘ પરિવાર, તેમની સંસ્થા કે તેમના વિચારો સાથે જોડાયેલા છે. એટલે કે ભાજપમાં આંતરીક કલેહ કે જૂથબંધી ટાળવા માટે સંઘના અગ્રણીઓ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે.

- Advertisement -

5 પ્રમુખ ધો. 10 પાસ, 3 પ્રમુખ ધો. 12 પાસ

જાહેર કરાયેલા પ્રમુખોમાં પાંચ પ્રમુખ એવા છે જે ફક્ત ધોરણ 10 પાસ છે, જ્યારે ત્રણ પ્રમુખ ધોરણ 12 પાસ છે. બાકીના ઘણા પ્રમુખ સ્નાતક, અનુસ્નાતક છે. તો કોઈ ડબલ ડીગ્રી ધરાવે છે.

- Advertisement -

જિલ્લા ભાજપ પ્રમુખોની યાદી
ગાંધીનગર – અનિલ પટેલ
મહેસાણા – ગીરીશ રાજગોર
બનાસકાંઠા – કિર્તીસિંહ વાઘેલા
પાટણ – રમેશ સિંધવ
અમદાવાદ – શૈલેશ દાવડા
નવસારી ભુરાલાલ શાહ
સુરત – ભરત રાઠોડ
મહિસાગર – દશરથ બારિયા
જુનાગઢ – ચંદુભાઈ મકવાણા
અમરેલી – અતુલભાઈ કાનાણી
ડાંગ – કિશોરભાઈ ગાવિત
તાપી – સુરજ વસાવા
વલસાડ – હેમંત કંસારા
ભરૂચ -પ્રકાશ મોદી
નર્મદા – નીલ રાવ
છોટા ઉદયપુર – ઉમેશ રાઠવા
આણંદ – સંજય પટેલ
દાહોદ – સ્નેહલ ધારિયા
કચ્છ – દેવજી વરચંદ
સાબરકાંઠા – કનુભાઈ પટેલ
અરવલ્લી – ભીખાજી ઠાકોર
દેવભૂમિ દ્વારકા – મયુર ગઢવી
રાજકોટ – અલ્પેશ ઢોલરીયા
મોરબી – જયંતી રાજકોટિયા
ગીર સોમનાથ – સંજય પરમાર
ભાવનગર – દિગ્વિજયસિંહ ગોહિલ
બોટાદ – મયુર પટેલ
સુરેન્દ્રનગર – હિતેન્દ્રસિંહ ચૌહાણ
જામનગર – વિનોદ ભંડેરી

શહેર ભાજપ પ્રમુખોની યાદી
સુરત – પરેશકુમાર પટેલ
રાજકોટ -ડો.માધવ કે. દવે
જામનગર – બીનાબેન કોઠારી
વડોદરા – ડો. જ્યપ્રકાશ સોની
જુનાગઢ – ગૌરવભાઈ રૂપારેલીયા
ભાવનગર – કુમારભાઈ શાહ

Share This Article