Gandhinagar News: ગુજરાતમાં નવી જંત્રીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્ય સરકાર પહેલી એપ્રિલથી નવી જંત્રી લાગૂ નહીં કરે તેમ જણાવ્યું છે. જંત્રીના દરને લઈને 95 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન રાજ્ય સરકારે હાલ નવી જંત્રીનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. નવી જંત્રી લાગુ ન કરવા પાછળ મુખ્યત્ત્વે ત્રણ કારણો સામે આવ્યા છે.
જંત્રી લાગૂ ન કરવાનો નિર્ણય
મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારે પહેલી એપ્રિલથી નવી જંત્રી લાગૂ ન કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારે યોગ્ય સમયે નવી જંત્રીના દર લાગુ કરાશે. જો કે, મુખ્યત્ત્વે ત્રણ કારણોસર જંત્રીના નવા દર લાગુ ન કરાયાં હોવાનું સામે આવ્યું છે.
જેમાં જિલ્લા પ્રમાણેના અપૂરતા ડેટા, સ્ટેમ્પ પેપરની બેફામ ખરીદી, બિલ્ડરો લોબીમાં નારાજગીને કારણે નવા દર લાગુ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, નવેમ્બર 2024માં રાજ્ય સરકાર જંત્રીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.