ગોપાલ ઈટાલીયાએ જનતા માટે ન્યાય ન અપાવવા બદલ પોતાને પટ્ટા મારીને સજા કરી

Arati Parmar
By Arati Parmar 1 Min Read

ગોપાલ ઈટાલીયાએ અનેક ઘટનાઓમાં ન્યાય ન અપાવી શક્યા એ બદલ માફી માંગતા માંગતા ગુજરાતના લોકોનો આત્મા જગાડવા માટે સુરતમાં ગોપાલ ઈટાલીયાએ જનસભા સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા.

ગોપાલ ઇટાલિયાએ જનસભામાં જણાવ્યું હતું કે, પોતે અનેક ઘટનામાં કાયદાકીય, સામાજિક અને રાજકીય લડાઈ લડતા આવ્યા છે. પરંતુ ભાજપના રાજમાં અધિકારી અને નેતાઓની ભ્રષ્ટ સાંઠગાંઠના કારણે કોઈને ન્યાય મળી શક્યો નથી.

- Advertisement -

વધુમાં તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં, જસદણ બળાત્કાર, મોરબીકાંડ, અગ્નિકાંડ, સરઘસકાંડ, હરણી બોટકાંડ, પેપરલીકકાંડ જેવી અનેક ઘટનાઓ ગોપાલ ઈટાલીયા લડાઈ લડ્યા પરંતુ ન્યાય ન અપાવી શક્યા તેની માફી માંગતા માંગતા ઈટાલીયાએ સ્ટેજ પરથી પોતાને પટ્ટાથી માર મારીને સજા કરી હતી.

અમરેલીની નિર્દોષ દીકરીને અમરેલી પોલીસે બેરહમીથી છ પટ્ટા માર્યા હતા ત્યારે ગોપાલ ઈટાલીયાએ ન્યાય ન અપાવી શક્યા તે બદલ પોતાને છ પટ્ટા મારીને સજા કરેલ હતી.

- Advertisement -

ગોપાલ ઈટાલીયાએ પોતાને પટ્ટાથી માર મારીને કહ્યું હતું કે, ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે. ભાજપના નેતાઓ અનેક બળાત્કાર, તોડબાજી, જમીન માફિયા, બુટલેગરો, ડ્રગ્સ માફિયા, વ્યાજ માફિયાઓ, અપહરણ, દાદાગીરી જેવા અનેક કાંડ કરે છે છતાંય ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે ત્યારે કદાચ ગોપાલ ઈટાલીયા દ્વારા પોતાને જ માર મારવાના કારણે કદાચ જનતાનો આત્મા જાગશે એવી આશા વ્યક્ત કરી છે.

હાલ આ કાર્યક્રમના કારણે લોકોમાં ભારે કુતૂહલ ફેલાયેલ છે.

- Advertisement -
Share This Article