GSEC Hunger Strike: જીસેકમાં હેલ્પરોની 800 જગ્યાની ભરતી અંગે વિરોધ, 1 એપ્રિલથી ઉમેદવારો ભૂખ હડતાળ પર!

Arati Parmar
By Arati Parmar 1 Min Read

GSEC Hunger Strike: ગુજરાત સરકારની સરકારી વીજ કંપનીઓ પૈકીની જીસેક( ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ)માં હેલ્પર 800 જગ્યાઓ પર ભરતી કરવા માટે સરકાર અને વીજ કંપની દ્વારા અખાડા થઈ રહ્યા છે ત્યારે હવે ઉમેદવારોએ ભૂખ હડતાળ પર ઉતરવાનું નક્કી કર્યું છે.

આ માટે આંદોલન ચલાવી રહેલા ઉમેદવારોએ કહ્યું હતું કે, અમે તા.૩ માર્ચના રોજ પણ વડોદરા ખાતે જીસેક કંપનીની હેડ ઓફિસની બહાર દેખાવો કર્યા હતા.એ પછી સરકારમાં પણ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો હતો. જોકે ઉમેદવારોનું કહેવું છે કે, મુખ્યમંત્રીએ અમને જગ્યાઓ ભરવાનુ આશ્વાસન પણ આપ્યું હતું. પરંતુ જીસેક કંપનીએ ભરતી કરવા માટે કોઈ હિલચાલ શરુ કરી નથી ત્યારે અમારી પાસે ભૂખ હડતાળ પર બેસવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. તા.1 એપ્રિલથી 100 કરતા વધારે ઉમેદવારો ભૂખ હડતાળ શરૂ કરશે અને ભરતી માટે લેખિત આશ્વાસન નહીં મળે ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રાખશે.

- Advertisement -

ઉમેદવારોનું કહેવું હતું કે, પરીક્ષા લેવાની જાહેરાત જૂન, 2022માં કરવામાં આવ્યા બાદ પણ 5500 ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી રહી નથી. કારણકે આ જગ્યાઓ ભરવાની જગ્યાએ આઉટસોર્સિંગથી કામ કરાવવાની નીતિ અપનાવવામાં આવી છે.

જીસેકમાં છેલ્લા 20 વર્ષથી હેલ્પરોની ભરતી થઈ નથી. જેના કારણે નોકરીની આશાએ જીસેકમાં એપ્રેન્ટિસશિપ કરનારા હજારો ઉમેદવારોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે.

Share This Article