મતદાન પ્રક્રિયા પહેલા જ હાલોલ નગરપાલિકામાં ભાજપ સત્તા પર આવી ગયું
પંચમહાલની હાલોલ નગરપાલિકામાં સ્થાનિક ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. મતદાન પ્રક્રિયા પહેલા જ હાલોલ નગરપાલિકામાં ભાજપ સત્તા પર આવી ગયું છે. ભાજપને 20 બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યું છે.
ચૂંટણી અધિકારીએ 9 વોર્ડની 36 બેઠકો માટે 72 ઉમેદવારી પત્રોમાંથી 67 સ્વીકાર્યા, જ્યારે 5 ફોર્મ રદ કરવામાં આવ્યા, જેમાં 4 ભાજપ મેન્ડેટ વગેરે અને 1 AAP ફોર્મનો સમાવેશ થાય છે. આ પછી 15 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચી લીધા. હાલમાં સમાચાર આવ્યા છે કે હાલોલ નગરપાલિકામાં ભાજપના 20 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. 9 માંથી 5 વોર્ડમાં ભાજપને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પેનલે ફોર્મ પાછું ખેંચી લેતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. બીજી તરફ, એવો પણ આરોપ છે કે ઉમેદવારો પર ઉમેદવારી પત્રો પાછા ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.