Gujarat Child Labour: ગુજરાત સહિત દેશભરમાં બાળ મજૂરી કરાવવી ગુનો છે. તેમ છતાં અનેક જગ્યાએ લોકો નાના ભૂલકાઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલતા જોવા મળે છે. આવી જ એક ઘટના ગુજરાતના જેતપુરમાંથી સામે આવી છે. જેતપુરના સાડીના કારખાનામાંથી 31 જેટલાં બાળમજૂરોને મુક્ત કરાયા છે. આ બાળમજૂરો ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં લાવવામાં આવતા અને અહીં કામ કરાવવામાં આવતું.
શું હતી ઘટના?
જેતપુરમાં સાડીના કારખાનામાં બાળકો પાસે કામ કરાવવામાં આવતું હોવાની એક NGOને બાતમી મળી હતી. ત્યારબાદ પોલીસની સાથે મળીને બાતમીના સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતાં. દરોડા દરમિયાન સાડીના બે કારખાનામાંથી 31 જેટલાં બાળમજૂરો મળી આવ્યા હતાં. આ બાળમજૂરો વિશે તપાસ કરતા સામે આવ્યું કે, ગુજરાત સહિત મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી તેમને અહીં લાવીને અહીં ગોંધી રાખી કામ કરાવવામાં આવતુ હતું. હાલ આ તમામ આરોપીને કારખાનામાંથી મુક્ત કરાવી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતાં.