Gujarat Education Board: ગુજરાત બોર્ડની સ્કૂલોમાં આજથી વાર્ષિક પરીક્ષાઓની શરૂઆત, વેકેશન મોડું થશે

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Gujarat Education Board: ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ પ્રાથમિક-માઘ્યમિક-ઉચ્ચતર માઘ્યમિક સ્કૂલોમાં આજે 7 એપ્રિલથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ થનાર છે. જેમાં પ્રાથમિકમાં ધો.3 થી 8ના અને માઘ્યમિકમાં ધો.9 તેમજ ઉચ્ચતર માઘ્યમિકમાં ધો.11ના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાશે. અંદાજે 70 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ધો.3 થી 8 અને ધો.9 તથા 11માં 70 લાખથી વધુ વિદ્યાર્થી

- Advertisement -

જીસીઈઆરટીના પ્રાથમિક સ્કૂલોના વાર્ષિક પરીક્ષા એટલે કે દ્વિતિય સત્રાંત પરીક્ષાના કાર્યક્રમ મુજબ આજથી  7 એપ્રિલથી ધો.3થી8ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાઓ શરૂ થશે.જેમાં ધો.3થીપમાં સવારે 8થી10 બે કલાકની અને ધો.6થી8માં સવારે 8થી11નીત્રણ કલાકની પરીક્ષા રહેશે. ધો.3 થી 5માં 40 ગુણની અને ધો.6થી8માં 80 ગુણની પરીક્ષા રહેશે.

3 થી 8માં આ પરીક્ષામાં નવેમ્બરથી મારચ મહિના સુધીનો અભ્યાસક્રમ ઘ્યાને લેવાશે. સરકારી સ્કૂલોમાં નિયત પરીરૂપ મુજબ ડાયેટ દ્વારા કસોટીપત્રો તૈયાર કરી જે તે ડીપીઈઓને-શાસનાધિકારીને સોંપવામા આવશે. ખાનગી સ્કૂલોમાં ગુજરાતી,ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણના પ્રશ્નપત્રો રાજ્યકક્ષાએથી આપવામા આવેલા પરિરૂપ મુજબ સ્કૂલ કક્ષાએ તૈયાર કરવામા આવશે.

જો કે પરીક્ષા જીસીઈઆરટીના સમયપત્રક મુજબ જ આ વિષયોમાં સરકારી-ખાનગી સહિતની સ્કૂલોમાં લેવાશે.બાકીના વિષયોમાં ખાનગી સ્કૂલો પોતાના માળખા મુજબ શાળા કક્ષાએ નિયત કરેલી તારીખોમાં પરીક્ષા લઈ શકશે. ઉત્તરવહીઓ જે તે સ્કૂલમાં જ ચેક થશે અને ધો.5થી8માં અલગ ઉારવહી રહેશે.

જ્યારે ધો.3 અને 4ના વિદ્યાર્થીઓ પ્રશ્નપત્રમાં ઉારો લખશે.ધો.પ અને ધો.8માં ઈ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીને નાપાસ કરાશે અને બે માસમાં ફરી પરીક્ષા લેવાની રહેશે. જો ગ્રેડ સુધરે તો જ આગળના ધોરણમાં બઢતી અપાશે. ધો.3થી8માં 60 લાખથી વધુ વિદ્યાર્થીઓ રાજ્યભરમાં પરીક્ષા આપશે. પ્રાથમિક સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા રપ એપ્રિલ સુધી ચાલશે. જ્યારે ધો.9 અને 11માં પણ આજે 7 એપ્રિલથી વાર્ષિક પરીક્ષા-દ્વિતિય સત્રાંત પરીક્ષા શરૂ થશે.જેમાં પણ સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિત તમામ સ્કૂલોમાં કોમન સમયપત્રક મુજબ પરીક્ષા થશે.ધો.9 અને 11માં 19મી એપ્રિલ સુધી અગાઉ પરીક્ષા નિયત કરાઈ હતી.

પરંતુ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાને લીધે 12મીની પરીક્ષા ર1મીએ કરાઈ છે.જેથી હવે ર1મી એપ્રિલે પરીક્ષા પુરી થશે અને જેથી વેકેશન બે દિવસ મોડું પડશે. સ્કૂલોમાં ઉનાળુ વેકેશન પાંચ મેથી 8 જુન સુધીનું 35 દિવસનું રહેશે.

Share This Article