Gujarat Extreme Heatwave: ગુજરાતમાં 10થી વધુ શહેરોમાં તાપમાન 43°Cને પાર, રાજકોટમાં ગરમીનો રેકોર્ડ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Gujarat Extreme Heatwave: ગુજરાતમાં સુર્યએ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા હાલ ગરમી તેજગતિએ છે ત્યારે ગઈકાલે રાજકોટમાં સીઝનનું રેકોર્ડબ્રેક સૌથી વધુ 45.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતુ અને આ સાથે રાજકોટ રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર રહ્યુ હતુ. રાજકોટમાં 133 વર્ષમાં એપ્રિલનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. ઉનાળામાં ગરમીના વધતા તાપમાનને લઈને રાજકોટ DEOએ પરિપત્ર જાહેર કરીને શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓનો સમય સવારે 7થી 11નો કરવા સૂચનો આપ્યા છે.

8 શહેરમાં હીટવેવ

- Advertisement -

આ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ રાજકોટ સૌથી વઘુ તાપમાનની નોંધણીમાં ટોપ પર રહ્યુ છે. એકતરફ દેશના કેટલાક ભાગમાં વરસાદ વરસ્યો છે ત્યારે ગુજરાતમાં આભમાંથી જળને બદલે આગ વરસવાનું જોર વઘ્યું છે. આજે મૌસમ વિભાગ અનુસાર ઈ.સ.1892 થી એપ્રિલ માસના મહત્તમ તાપમાનની થતી નોંધ મૂજબ રાજકોટમાં આજે 133 વર્ષનું સૌથી વઘુ 45.2 સે. વિક્રમજનક તાપમાન નોંધાયું છે. ગઈકાલ સુધી રાજકોટમાં એપ્રિલ માસનું 133 વર્ષનું સૌથી વઘુ તાપમાન તા.14-04-2017ના નોંધાયું હતું જે રેકોર્ડ આજે તૂટ્યો છે.

Share This Article