Gujarat Farmers Loan Circular: ખેડૂતો માટે સરકારે માત્ર વચન આપ્યું? ₹5 લાખ પાકધિરાણની જાહેરાત છતાં પરિપત્ર નહીં

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Gujarat Farmers Loan Circular: બજેટસત્રમાં કેન્દ્ર સરકારે મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે, ખેડૂતોને રૂ. 5 લાખની મર્યાદામાં પાકધિરાણ મળશે. રૂ. 3 લાખથી વધારીને પાકધિરાણ રૂ. 5 લાખ આપવા નિર્ણય તો કરાયો પણ તેનો અમલ કરવા સરકારે કોઇ પરિપત્ર જ કર્યો નથી. આમ, ખેડૂતોને કેન્દ્ર સરકારે કોણીએ ગોળ ચોટાડ્યો છે.

સરકાર દ્વારા કૃષિલક્ષી લાભ આપવા છતાં પાકના પોષણક્ષમ ભાવ નથી મળતા

- Advertisement -

ખેડૂતોની આવક બમણી થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે કૃષિલક્ષી લાભ આપવાનું નક્કી કર્યું છે. આ તરફ, ખેડૂતોની આવકમાં વધારો થાય તેમ લાગતુ નથી કેમ કે, પાકના પોષણક્ષમ ભાવો જ મળતા નથી. મોંઘુ ખાતર, બિયારણ અને જંતુનાશક જ દવા જ નહીં, ખેતમજૂરી પણ પોષાય તેમ નથી.

ખેડૂતોને રૂ. 3 લાખની મર્યાદામાં પાકધિરાણ આપવું

- Advertisement -

આ સંજોગોમાં ખેતી મોંઘી બની છે. ઘણા ખેડૂતો ખેતીલાયક જમીન વેચી અન્ય વ્યવસાય કરવા મજબૂર બન્યાં છે. બજેટ વખતે કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે, ખેડૂતોને રૂ. 5 લાખની મર્યાદામાં પાકધિરાણ મળશે. જો કે, હજુ સુધી આ મામલે કોઈ પરિપત્ર કરાયો નથી. આ કારણોસર કો.ઓપરેટીવ બેન્કોએ સહકારી મંડળીઓને લેખિત સૂચના આપી છે કે, ખેડૂતોને રૂ. 3 લાખની મર્યાદામાં પાકધિરાણ આપવું. જ્યાં સુધી પરિપત્ર જાહેર ન થાય ત્યાં સુધી રૂ. 3 લાખ સુધી જ ધિરાણ આપવું.

રાજ્ય સરકારે દોઢ વર્ષ પછી પણ ખેડૂતોને વ્યાજ માફી નથી આપી

- Advertisement -

ખેડૂતોનું કહેવુ છે કે, પાકધિરાણ આપતી વખતે જ ખેડૂતો પાસેથી 7% વ્યાજ વસૂલવામાં આવે છે. કેન્દ્ર સરકાર તો વ્યાજમાફી પરત કરી દે છે પણ ગુજરાત સરકારે દોઢ વર્ષ પછી પણ ખેડૂતોને વ્યાજ માફી આપતી નથી. ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. આમ, પાકધિરાણ મુદ્દે ખેડૂતોને છેતરાયાં હોવાનો અહેસાસ થઈ રહ્યો છે.

 

 

Share This Article