Gujarat Government Corrupt Officials: ભ્રષ્ટ બાબુઓના રાજમાં લોકોના કામ અટક્યા, સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Gujarat Government Corrupt Officials: સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર વકર્યો છે. આમ જનતાનું કામ થતું નથી. પૈસા આપો, તમાશા દેખો જેવો ઘાટ સર્જાયો છે. ભ્રષ્ટ અધિકારીઓ પૈસા વિના કામો કરતા નથી તેવી વ્યાપક ફરિયાદો થઈ છે ત્યારે સરકાર રહી રહીને સફાળી જાગી છે. હવે સરકારે એવો આદેશ કરવો પડયો છે કે, અરજી પડતર રહેશે તો જવાબદાર અધિકારી સામે પગલાં ભરાશે.

સરકારી કચેરીઓમાં સામાન્ય વ્યક્તિને કામ માટે ધરમધક્કાં ખાવા પડે છે. પૈસા આપો તો જ કામ થાય છે. આ મુદ્દો ગુજરાત વિધાનસભામાં પણ ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે એવો આક્ષેપ કર્યો હતો કે, મારી એનએની ફાઇલમાં 20 વાંધા રજૂ કરાયા હતાં પણ પૈસા આપતાં જ ફાઇલ ક્લિયર થઇ ગઈ હતી.

- Advertisement -
Share This Article