Gujarat Govt Increases Daily Allowance: ફિક્સ પે વાળા સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, દૈનિક ભથ્થામાં વધારો જાહેર

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Gujarat Govt Increases Daily Allowance: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા ફિક્સ પે કર્મચારીઓના દૈનિક ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. કામના કલાક સિવાય મુસાફરી ભથ્થા અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

કામના કલાકો આધારે લેવાયો નિર્ણય

- Advertisement -

રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા ફિક્સ પે કર્મચારીઓના કામના કલાકો પ્રમાણે દૈનિક ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જે અનુસાર, 12 કલાકથી ઓછા કામના કલાકનું ભથ્થું વધારીને 200 રૂપિયા કરવામાં આવ્યું છે.

Gujarat Govt Increases Daily Allowance

- Advertisement -

Gujarat Govt Increases Daily Allowance

આ સિવાય 12 કલાકથી વધુ કામના કલાકો માટે ભથ્થું વધારીને 400 રૂપિયા કરવામાં આવલ્યું છે. રાજ્ય સરકાર ફિક્સ પે કર્મચારીઓને એસટી અને રેલવેના ટિકિટ દર અનુસાર મુસાફરી ભથ્થું પણ આપશે.

- Advertisement -
Share This Article