Health Worker Strike: આંદોલનને મળ્યો વિરામ, આરોગ્ય કર્મચારીઓએ સરકાર સાથે કર્યુ સમાધાન

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Health Worker Strike: ગાંધીનગર ખાતે 17 માર્ચ 2025થી હળતાળ ઉતરેલા આરોગ્યકર્મચારીઓએ આજે અચોક્કસ મુદ્દતની હડતાળ સમેટી લીધી છે. 21 દિવસની અચોક્કસ હડતાળ બાદ સરકાર સાથે સુખદ સમાચાર થતાં રાજ્યના 33 જીલ્લાના જીલ્લા પંચાયત વિભાગ વર્ગ-૩ના આરોગ્યના એમ.પી.એચ.ડબલ્યુ. એફ.એચ.ડબલ્યુ, એફ.એચ.એસ. એમ.પી.એચ.એસ. અને તાલુકા અને જીલ્લા કક્ષાએ ફરજ બજાવતાં સુપરવાઈઝર ભાઈઓ અને બહેનોને હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં 17 માર્ચથી ચાલી રહેલી આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ આજે સમેટાઈ ગઈ છે. મહાસંઘે તમામ કર્મચારીઓને તાત્કાલિક નોકરી પર પરત ફરવા આદેશ આપ્યો છે.

- Advertisement -

આરોગ્ય કર્મચારી મહાસંઘના 33 જીલ્લા પ્રમુખ, મહામંત્રી, મુખ્યકન્વિનરની સંયુક્ત સંપુર્ણ કારોબારી મીટીંગ રવિવારે (6 એપ્રિલ)ના રોજ ગાંધીનગર ખાતે મળી હતી.  આ મીટીંગમાં કર્મચારીઓના પ્રશ્નો અને સરકારી સાથે ચર્ચા મુજબ અચોક્કસ મુદ્દતની હડતાળને ત્રણ મહિના માટે બ્રેક આપવામાં આવ્યો છે.

Share This Article