Keep Kids Away from Mobile Phones: મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ બાળકોના વિકાસમાં અવરોધરૂપ બને છે. મોબાઈલ ફોનમાં રમાતી વીડિયો ગેમ્સને લીધે શારિરિક અને માનસિક વિકાસને વિપરીત અસર થાય છે. તેવા અવલોકનો સાથે સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાાન ભવન દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં ઈરાદાપૂર્વક શરીરને નુકશાન પહોંચાડવાની ક્રિયા પાછળ વ્યક્તિનો ઈરાદો આત્મહત્યાનો નથી હોતો પરંતુ માનસિક તણાવનો સામનો કરવા માટે વ્યક્તિ આ પ્રકારની ક્રિયાને અનુસરતો હોવાનું જણાવાયું હતું.
સમાજમાં દિન-પ્રતિદિન નાના બાળકો દ્વારા મોબાઈલ ફોનનો ઉપયોગ વધતો જાય છે. જેની તેના શારીરિક અને માનસિક વિકાસ ઉપર પ્રબળ અસર જોવા મળે છે. તેમ જણાવી યુનિ.નાં મનોવિજ્ઞાાનના સંશોધકો દ્વારા રજુ કરવામાં આવેલાં તારણોમાં જણાવાયું હતું કે, મોબાઈલને લીધે બાળકોને પુરતી ઉંઘ થતી નથી. જેના કારણે માનસિક તાણ અનુભવાય છે. ચિંતા અને વ્યસન વધે છે. આક્રમકતા વધે છે. ભણવામાં અરૂચિ થાય છે. ધ્યાનનો અભાવ જોવા મળે છે. સમયનો ખોટો ઉપયોગ થાય છે. મોબાઈલને લીધે બાળકો મિત્રોથી એકલા પડી જાય છે. ચોરી અને ગુનાખોરીના દૂષણો વધે છે. તેની સામાજિક વર્તણુંકમાં ફેરફાર જોવા મળે છે. વિકૃત દ્રષ્ટિકોણ વિકસે છે.
મોબાઈલમાં રમાતી વિડીયો ગેમ્સને કારણે હિંસા, ક્રૂરતા અને વૃધ્ધના દ્રશ્યોની મન ઉપર પ્રબળ અસર થાય છે. જેના કારણે બાળકનું મનવ્યગ્ર બને છે. શેરી રમતોમાં જે પ્રકરનો નિર્દોષ આનંદ મળે છે. તેવી આનંદ અનૂભિતિ મોબાઈલ ગેમ્સ થકી મળતી નથી. આ સંજોગોમાં બાળકોને તેના મિત્રો સથે નિર્દોષ આનંદ મેળવી શકે તેવી રમતો માટે પ્રેરીત કરવા જોઈએ. મોબાઈલ ફોન ઉપર રમાતી વિડીયો ગેમ્સથી દૂર રાખવા જોઈએ.