Kutch Khavda RE Park : અદાણી રાષ્ટ્રીય સુરક્ષાથી ઉપર? કચ્છ બોર્ડર પરના ખાવડા RE પાર્ક મુદ્દે વિપક્ષનો લોકસભામાં વોકઆઉટ!

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Kutch Khavda RE Park :  ગુજરાતના કચ્છ જિલ્લામાં સ્થિત ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક (Kutch Khavda NTPC Renewable Energy Park) ને લઈને લોકસભામાં વિરોધના સ્વરો ઉઠ્યા. કોંગ્રેસ અને DMK સહિતના વિપક્ષી દળોએ મોદી સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં અદાણી ગ્રૂપના પ્રોજેક્ટને અનુકૂળતા આપવા માટે સરકારએ નિયમોમાં ફેરફાર કર્યો છે.

વિપક્ષના આરોપો અને લોકસભામાં વોકઆઉટ
લોકસભામાં કોંગ્રેસના સાંસદોએ મોદી સરકારને સીધો સવાલ કર્યો કે “શું આ પ્રોજેક્ટ માટે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત નિયમોમાં કોઈ ઢીલ આપવામાં આવી છે?”કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈ (Gaurav Gogoi) એ જણાવ્યું કે મીડિયા રિપોર્ટ્સ મુજબ આ પ્રોજેક્ટ અદાણી ગ્રૂપનો છે. તેમણે સવાલ કર્યો કે “શું અદાણી પાવર રાષ્ટ્રીય સુરક્ષાથી પણ ઉપર છે?” અને “શું આ કંપની માટે ખાસ છૂટછાટ અપાઈ છે?”

- Advertisement -

કોંગ્રેસના અન્ય સાંસદ મનીષ તિવારીએ પણ સરકારને પ્રશ્ન કર્યો કે, “સરહદથી 10 કિલોમીટરના પરિસર સુધી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ન થઈ શકે, તો ખાવડામાં આ પ્રોજેક્ટને મંજૂરી કેમ અપાઈ?”

સરકારનો જવાબ અને વિપક્ષનું અસંતોષ
ઉર્જા પ્રધાન પ્રહલાદ જોશી (Prahlad Joshi) એ કહ્યું કે “આવા પ્રોજેક્ટ્સ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમજ સંબંધિત એજન્સીઓ પાસેથી જરૂરી મંજૂરી લેવામાં આવે છે.” જો કે, વિપક્ષ પ્રધાનના જવાબથી સંતુષ્ટ થયો નહોતો અને વિરોધ દર્શાવતા લોકસભામાંથી વોકઆઉટ કર્યું …

- Advertisement -

વિપક્ષનો આક્ષેપ: “મોદી સરકાર રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાધાન્ય નથી આપતી”
સંસદની બહાર કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ જણાવ્યું કે “મોદી સરકાર રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે બાંધછોડ કરી રહી છે. જો સરહદ નજીક આ પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે, તો સરકારએ સ્પષ્ટતા આપવી જોઈએ.”

વિપક્ષે આ સમગ્ર મામલે મોદી સરકાર પર ગૂઢ નીતિઓ અપનાવવાનો આરોપ મૂક્યો છે અને માંગ કરી છે કે ખાવડા RE પાર્ક પ્રોજેક્ટ અંગે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત તમામ વિગતો જાહેર કરવામાં આવે.

- Advertisement -

Share This Article