ભુજ, તા. 4 : સાતમી મેના લોકસભાની ચૂંટણીનું મતદાન થઇ?ગયા બાદ 27 દિવસની ઇંતજારીનો આજે અંત આવ્યો હતો ને કચ્છના સાંસદ તરીકે ચુંટાવવાની ભાજપના વિનોદભાઇ ચાવડાએ હેટ્રિક મારી હતી. કુલ 56.14 ટકાના મતદાનમાં 10,95,157 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં વિનોદ ચાવડાએ 2,68,792 મતની સરસાઇ મેળવીને કોંગ્રેસના નીતેશ લાલણને પરાસ્ત કર્યા હતા. શ્રી ચાવડાને 6,59,574, જ્યારે શ્રી લાલણને 3,90,792 વોટ મળ્યા હતા. પાંચ વર્ષની તુલનાએ કોંગ્રેસના શ્રી લાલણનું પ્રદર્શન સારું રહ્યું હતું. 2014માં કચ્છમાં લોકસભાના ઉમેદવાર તરીકે જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના 34 વર્ષીય ચેરમેન વિનોદ ચાવડાની સાંસદના ઉમેદવાર તરીકે પસંદગી થશે એ કોઇને કલ્પના પણ ન હતી ને ભાજપે સાવ નવા ચહેરાને તક આપતાં તેઓ ચૂંટાઇ આવ્યા હતા.