Rajkot Fire Update: રાજકોટ અગ્નિકાંડ ખુલાસો, RUDA અને GPCBની મંજૂરી વગર ચાલી રહી હતી ફેક્ટરી

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Rajkot Fire Update: રાજકોટમાં TRP અગ્નિકાંડના પીડિતોને હજુ સુધી ન્યાય નથી મળ્યો ત્યારે ફરી એકવાર ભયાનક આગ લાગી હતી. સોમવારે શહેરના કુવાવડા રોડ પર નવાગામ (આણંદપર) ખાતે રાજારામ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દિવેલીયાપરા વિસ્તારમાં સાબુ બનાવતી ફેક્ટરીમાં જ્વલંતશીલ પદાર્થ સ્ટોર કરતાં કારખાના જે. કે. કોટેજમાં આગ લાગી હતી. જેમાં હવે મોટો ખુલાસો થયો છે. આ ફેક્ટરી છેલ્લાં અનેક વર્ષોથી RUDA અને GPCBની મંજૂરી વિના ધમધમી રહી હતી.

મંજૂરી વિના ધમધમતી હતી ફેક્ટરી

- Advertisement -

મળતી માહિતી મુજબ, જે. કે. કોટેજ ફેક્ટરી છેલ્લાં અનેક વર્ષોથી RUDA (રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી)ની મંજૂરી વિના ધમધમી રહી હતી. ફેક્ટરીના માલિક દ્વારા GPCB(ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ની પણ મંજૂરી લેવામાં આવી ન હતી. આ સિવાય ફેક્ટરી પાસે ફાયર NOC પણ ન હતું. તેમ છતાં અનેક વર્ષોથી તંત્રની બેદરકારીના કારણે આ ફેક્ટરી ધમધમી રહી છે. હજુ તંત્ર TRP આગકાંડના પીડિતોને ન્યાય નથી અપાવી શક્યું ત્યાં ફરી એકવાર તંત્રની મોટી બેદરકારી સામે આવી છે.

Share This Article