Rare Golconda blue diamond: ઇન્દોર-બરોડાના રાજાશાહી ગોલકોન્ડા હીરાની થશે ઐતિહાસિક લીલામી

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Rare Golconda blue diamond: ભારતના રાજાઓના ઇતિહાસની શાન વધારતા એક અણમોલ હીરાની ૧૪મી મેના રોજ લીલામી થવાની છે. આ હીરાનું નામ ગોલકોન્ડા બ્લુ છે. આ એક દુર્લભ બ્લ્યુ ડાયમંડ છે. તે પહેલા ઇન્દોર અને વડોદરાના મહારાજાઓ પાસે હતો.

જિનિવામાં ક્રિસ્ટીઝના મેગ્નિફિસન્ટ જ્વેલ્સ ઓક્શનમાં તેની લીલામી થશે. આ બ્લૂ ડાયમંડ ૨૩.૨૪ કેરેટનો છે. તેને પેરિસના એક જાણીતા ઝવેરીએ એક સુંદર વીંટીમાં જડયો છે. આશા છે કે આ હીરાની કિંમત ૩.૫થી ૫ કરોડ ડોલર હશે. ભારતીય રૂપિયામાં તેનું મૂલ્ય ૩૦૦થી ૪૩૦ કરોડ રૂપિયા થાય છે. આ હીરાનું નામ ગોલકોંડાની ખાણો પર રાખવામાં આવ્યું છે. આ ખાણો તેલંગણામાં છે.

- Advertisement -

ક્રિસ્ટીના જણાવ્યા મુજબ આ હીરો ક્યારેક ઇન્દોરના મહારાજા યશવંતરાવ હોલકર બીજાનો હતો. ૧૯૨૩માં મહારાજાના પિતાએ આ હીરોને બ્રેસલેટમાં લગાવ્યો હતો. આ બ્રેસલેટ ફ્રેન્ચ ઝવેરી શોમે બનાવ્યો હતો.૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી આ બ્લ્યુ ડાયમંડને જાણીતા અમેરિકન ઝવેરી હેરી વિન્સ્ટનને વેચવામાં આવ્યો હતો. આ હીરો વડોદરાના મહારાજા સાથે પહોંચ્યો હતો. આ રીતે આ હીરાની શાહી સફર જારી રહી હતી.

Share This Article