રાજ્ય કર્મચારીઓ માટે રાહતભર્યો નિર્ણય: નિવૃત્તિ અને અવસાન ગ્રેચ્યુઇટીની મર્યાદા વધારી 25 લાખ કરવામાં આવી

Arati Parmar
By Arati Parmar 1 Min Read

ગાંધીનગર, શનિવાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કર્મચારી-અધિકારીઓના હિત માટે મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓને નિવૃત્તિ અથવા અવસાન સમયે ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા 20 લાખ રૂપિયા હતી, જે હવે 25 લાખ રૂપિયા કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારના ધોરણો મુજબ લેવાયેલા આ પગલાથી રાજ્યના કર્મચારીઓને વય નિવૃત્તિ અને અવસાન ગ્રેચ્યુઇટીમાં 25 ટકાનો વધારાનો લાભ મળશે. આ નિર્ણય 1 જાન્યુઆરી, 2024 પછી નિવૃત્ત થનાર કર્મચારી-અધિકારીઓ માટે લાગુ થશે.

- Advertisement -

રાજ્યના નાણાં વિભાગે આ દરખાસ્ત રજૂ કરી હતી, જેને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. આ નિર્ણયથી રાજ્ય સરકાર પર વાર્ષિક અંદાજે 53.15 કરોડ રૂપિયાનું વાણિજ્યિક ભારણ આવશે. અન્યથા, આ હિતલક્ષી પગલું રાજ્યના હજારો કર્મચારીઓ માટે આશાવાદી પરિણામો લાવશે.

 

- Advertisement -

 

 

- Advertisement -
Share This Article