Salman Khan Death Threat: ગુજરાત સુધી પહોંચી તપાસ: સલમાન ખાનને ધમકી આપનાર યુવક વડોદરામાંથી પકડાયો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Salman Khan Death Threat: બોલીવૂડ અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર મોતની ધમકી મળી છે. ટ્રાફિક પોલીસ વિભાગને વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો જેમાં અભિનેતાની કારને બોમ્બથી ઉડાવી દેવાની અને તેમના ઘરમાં ઘૂસીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત વરલી પોલીસ સ્ટેશનમાં પણ ફોન કરવામાં આવ્યો હતો. આ ફોન કોલના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી, આ મામલે પોલીસે વડોદરાથી 26 વર્ષીય યુવકની અટકાયત કરી છે.

જાણો શું છે મામલો

- Advertisement -

મળતી માહિતી અનુસાર, સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં વરલી પોલીસે વડોદરાથી 26 વર્ષીય યુવકની ધરપકડ કરી છે, જેણે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને વોટ્સએપ મેસેજ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીની ઓળખ મયંક પંડ્યા તરીકે થઈ છે, જેની પોલીસ ટીમે પૂછપરછ કરી હતી પરંતુ બાદમાં નોટિસ પાઠવ્યા બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યાનુસાર, મયંક પંડ્યાએ મુંબઈ ટ્રાફિક પોલીસની વોટ્સએપ હેલ્પલાઈન પર ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો, જેમાં લખ્યું હતું કે, “હું સલમાન ખાનના ઘરમાં ઘૂસીને તમને મારી નાખીશું અને તેમની કારને બોમ્બથી ઉડાવી દઈશ.’ જોકે મેસેજમાં બિશ્નોઈ ગેંગનું નામ નહોતું, પરંતુ તેનો સ્વર અભિનેતાને મળેલી અગાઉની ધમકીઓ જેવો જ હોવાનું કહેવાય છે. સંદેશના આધારે, વર્લી પોલીસે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 351(2) અને 351(3) હેઠળ FIR નોંધી હતી.

- Advertisement -

અભિનેતાને Y+ સુરક્ષા મળી

સલમાન ખાનને Y+ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી રહી છે. છતાં ધમકીભર્યા મેસેજ મળવાનું ચાલુ રહે છે. જુલાઈ 2024માં એક વ્યક્તિએ બાઈક પર સલમાન ખાનના કાફલામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, અને નવેમ્બર 2024માં ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર બીજી ધમકી મળી, જેમાં 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી અને જો માંગણી પૂર્ણ ન થાય તો ગંભીર પરિણામોની ચેતવણી આપવામાં આવી. કર્ણાટકથી આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

- Advertisement -

 

Share This Article