Science faculty of MSU: સાયન્સ ફેકલ્ટીમાં ઓપન હાઉસ, નાટક દ્વારા વિદ્યાર્થીઓએ રોગપ્રતિકાર શક્તિ સમજાવી

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Science faculty of MSU: એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં આજે સ્કૂલોના વિદ્યાર્થીઓ અને જાહેર જનતા માટે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્કૂલોના વિદ્યાર્થીઓને વિજ્ઞાાનમાં રસ પડે તે માટે સરળ ભાષામાં અને આસાન પ્રયોગો થકી ફેકલ્ટીના વિવિધ વિભાગના વિદ્યાર્થીઓએ વિજ્ઞાાનના વિવિધ પાસાની સમજ આપી હતી.

જેમ કે માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ડ એન્ડ બાયોટેકનોલોજી સેન્ટરના વિદ્યાર્થીઓએ ઈમ્યુન વોરિયર્સ નામનું નાટક ભજવ્યું હતું.શરીરમાં પ્રવેશતા વાયરસને અને બેકટેરિયાને ખતમ કરતા પાંચ મહત્વના કોષ મેક્રોફેઝ, હેલ્પર ટી સેલ, બી સેલ, પ્લાઝમા સેલ અને મેમરી સેલની કામગીરી નાટક થકી સમજાવી હતી.વિદ્યાર્થીઓએ આ પાંચ સેલની નાટકમાં ભૂમિકા પણ ભજવી હતી.

- Advertisement -

બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનના વિદ્યાર્થીઓએ એઆઈ ક્વિઝનો પ્રોજેકટ રજૂ કર્યો હતો.જેમાં વિદ્યાર્થી જે વિષયની ક્વિઝ પસંદ કરે તેના સવાલો તેને તરત કોમ્પ્યુટર સ્ક્રિન પર ઓપ્શન સાથે જોવા મળી શકે છે.આ પ્રોજેકટે દર્શાવ્યું હતું કે, ભવિષ્યમાં એઆઈની મદદથી પેપર સેટરની કામગીરી પણ થઈ શકશે.

સ્ટેટેસ્ટિક વિભાગમાં ૧૯૩૦ થી અત્યાર સુધીના કેલક્યુલેટરોને રજૂ કરવામાં આવ્યા હતા.કેમેસ્ટ્રી વિભાગના વિદ્યાર્થીઓએ સાપ સીડીની રમત થકી કેમેસ્ટ્રીની ફોૅર્મ્યુલાની સમજ આપી હતી.

- Advertisement -

ફેકલ્ટીમાં ઈસરો દ્વારા ભારતે અવકાશમાં મોકલેલા વિવિધ પ્રકારના સેટેલાઈટસ અને રોકેટોના મોડેલ્સને પણ રજૂ કરવામાં આવ્યા હતા.પાંચ હજાર કરતા વધારે મુલાકાતીઓએ ઓપન હાઉસની મુલાકાત લીધી હતી.

Share This Article