Shamlaji Temple: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શામળિયાને 4.25 કરોડથી વધુની કિંમતનો સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. અમદાવાદની શ્રીહરિ ક્રિએશન કંપની દ્વારા આ કલાત્મક મુગટ બનાવવામાં આવ્યો છે.
મુગટની વિશેષતા
મળતી માહિતી મુજબ, 10થી વધુ કારીગરોએ ભેગા મળીને આ મુગટ બનાવ્યું છે. જેનું વજન 3 કિલો છે અને આ મુગટમાં 700 ગ્રામ હીરા જડવામાં આવ્યા છે. જેને બનાવવા માટે લગભગ 3 મહિનાનો સમય લાગ્યો હતો. મુગટમાં કલગી અને કુંડળ સહિત નવરત્નો જડેલા છે.
30 લાખની મજૂરી માફ કરાઈ
નોંધનીય છે કે, શામળાજી માટે આ મુગટ બનાવવા માટે 30 લાખ રૂપિયાની મજૂરી પણ માફ કરી દીધી હતી. આ મુગટ ભક્તો દ્વારા અર્પણ કરાયેલા સોના-ચાંદીના દાગીનામાંથી બનાવવામાં આવ્યો છે. આજે ભગવાનને પહેરાવવામાં આવેલા આ મુગટથી મંદિરની શોભામાં વધારો થયો છે.