Students gather 50,000 bottles: આણંદ તાલુકાની શાળાઓમાં બાળકોને તથા તેમના વાલીઓને સાથે લઈને સ્ટોપ ધ પ્લાસ્ટિક ફલડ થીમ અંતર્ગત પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. જેમાં તાલુકાની ૩૫૦થી વધુ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ૫૦ હજારથી વધુ પ્લાસ્ટિક બોટલોનું કચરા સ્વરૂપે કલેક્શન કરવામાં આવ્યું છે. આ કલેક્શન ૧ લાખ પ્લાસ્ટિક બોટલો સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે.
આ અભિયાન હેઠળ પીએમ શ્રી પ્રાથમિક શાળા, હાડગુડમાં પ્લાસ્ટિકની બોટલ કલેક્શન અને જનજાગૃતિ તથા ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અભિયાનના ઉદ્દેશ્યને સાર્થક કરવાં પ્લાસ્ટિક પ્રદૂષણને કારણે પૃથ્વીનો સર્વનાશ થતો અટકાવવાની જવાબદારી સર્વની છે, તે બાબતને વૈજ્ઞાાનિક રીતે, ચિત્ર, વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાઓ વગેરેના માધ્યમોથી હજારો વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી હતી.
વધુમાં બાળકોએ આજીવન પ્રદૂષણની સામે લડવા માટેની મક્કમ તૈયારી પણ બતાવી હતી.આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ અને શ્રે કામગીરી કરનાર શિક્ષકોને પ્રશસ્તિપત્ર આપીને સન્માનવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.