સુરતઃ કોલકાતાની ઘટનાના વિરોધમાં ડોક્ટરોએ રેલી કાઢી

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 1 Min Read

કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી સુરક્ષા વધારવા માંગણી કરી

સુરતઃ કોલકાતામાં એક ટ્રેઇની ડોક્ટર સાથે બનેલી કરુણ ઘટનાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટનાના વિરોધમાં આજે સુરતના તબીબોએ શહેરમાં વિશાળ રેલી કાઢી હતી. સિવિલ હોસ્પિટલ અને સ્મીર હોસ્પિટલના તબીબો, મેડિકલ વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોક્ટરોએ સાથે મળીને આ રેલી કાઢી હતી.

- Advertisement -

medical strike protest bandh

રેલીમાં ભાગ લેનાર તબીબોએ ‘નો સેફ્ટી નો ડ્યુટી’, ‘વી વોન્ટ જસ્ટિસ’ જેવા સૂત્રો સાથે બેનરો અને પોસ્ટરો હાથમાં લઈને ન્યાયની માંગણી કરી હતી. હજારો તબીબોએ સિવિલ હોસ્પિટલ ઉપવાસ છાવણીથી કલેક્ટર કચેરી સુધી પગપાળા કૂચ કરી હતી. તેમણે કલેકટરને આવેદનપત્ર પાઠવી માંગણી કરી છે કે દેશની તમામ હોસ્પિટલોમાં તબીબોની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવે.

- Advertisement -

ડોક્ટરોનું કહેવું છે કે હોસ્પિટલોમાં ડોક્ટરો સામે હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે. આવી સ્થિતિમાં ડોક્ટરોને સુરક્ષિત વાતાવરણમાં કામ કરવાનો અધિકાર મળવો જોઈએ. તેમણે માંગણી કરી છે કે હોસ્પિટલોમાં એરપોર્ટ જેવી સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવી જોઈએ જેથી ડોક્ટરોના જીવ જોખમમાં ન આવે.

આવેદનપત્રમાં તબીબોએ એવી પણ માંગણી કરી છે કે પીડિત તબીબને ઝડપી ન્યાય મળે અને આવા બનાવો રોકવા કડક કાયદો બનાવવામાં આવે. ઉપરાંત, તેમણે સામાન્ય લોકોને ડૉક્ટરો સાથે હિંસા ટાળવા અને તેમનું સન્માન કરવાની અપીલ કરી છે.

- Advertisement -
Share This Article