Vadodara Fraud Case : વડોદરાના એક યુવકને શેરમાર્કેટમાં 500 ટકા સુધીનો પ્રોફિટ અપાવાની વાતોમાં ફસાવી 13.70 લાખ પડાવી દેતા તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
હરણીની વિજય નગર સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા સ્મીતભાઈ જોશીએ પોલીસને કહ્યું છે કે, સોશિયલ મીડિયાના એક ગ્રુપમાં મને જોઈન કર્યા બાદ ત્રણ ગ્રુપ એડમીન દ્વારા મને 500 ટકા સુધીનો નફો તેમજ જુદા-જુદા આઈપીઓ લાગ્યા છે તેવી ટિપ્સ પણ આપતા હતા.
યુવકે કહ્યું છે કે, મારી પાસે એકાઉન્ટ ખોલાવી તબક્કાવાર 13.70 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવ્યું હતું, જેની સામે મને એક કરોડ ઉપરાંતનો નફો બતાવવામાં આવતો હતો. પરંતુ મને રકમ કે નફાની રકમ આપવામાં નહી આવતા શંકા ગઈ હતી. જેથી સાયબર સેલે ગુનો દાખલ કર્યો છે.