Vadodara Madhavpur Mela: પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે તારીખ 6 થી 10 સુધી ભાતીગળ મેળો યોજાવાનો છે. આ મેળાની પૂર્વ ઉજવણી ભાગરૂપે વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતે રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત સહિત અન્ય આઠ રાજ્યના 400 થી વધુ કલાકારોએ પોતાના રાજ્યના પરંપરાગત લોક નૃત્યો પ્રસ્તુત કર્યા હતા.
નોર્થ ઈસ્ટના વિવિધ કલા નૃત્યોમાં અરૂણાચલનું ટેંગ કો ન્યોન, તાપુ, આસામનું બિહુ અને દાસોઅરી દેલાઈ નાચ, મણિપુરનું પંગ ઢોંગ ઢોલોક ચોલમ, મિઝોરમનું ચોંગ્લેઝવોન, વાંગલા, મેઘાલયનું કોચ, નાગાલેન્ડનું સંગતામ (માકુ હીનયાચી), સિંગઈ/યોક છમ, તેમાંગ સેલો, સિક્કિમનું ચુટકે, હોજાગીરી, ત્રિપુરાનું મમીતા અને સંગ્રેઈન નૃત્ય રજૂ કર્યા હતા. ગુજરાતના સુરેન્દ્રનગરનો રાસ, મહિસાગર ટ્રાઈબલ નૃત્ય, છોટાઉદેપુરનું રાઠવા, ડાંગનું ડાંગી, જોરાવરનગરનું હુડો, પોરબંદરના ઢાલ તલવાર અને મણિયારો, પોરબંદર ગાંધીનગરનો મિશ્ર રાસ, મોરબીના ગરબા, ભાલ વિસ્તારનું પઢાર મંજીરા નૃત્ય રજૂ કરાયા હતા.