Weather Updates :ગુજરાતમાં માવઠા બાદ હવે તાપમાનમાં ઉછાળો, 6 દિવસ માટે હીટવેવ યલો-ઓરેન્જ એલર્ટ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Weather Updates : ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ત્યારે આગામી 6 દિવસ રાજ્યમાં ગરમીનો પારો હાઈ રહેશે. હવામાન વિભાગે આગામી 8 એપ્રિલ 2025 સુધી હીટવેવની સ્થિતિને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ખાસ કરીને હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપી છે. આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.

આગામી ત્રણ દિવસ આ ચાર જિલ્લામાં હીટવેવની આગાહી

- Advertisement -

રાજ્યમાં આજે હવામાન વિભાગે મધ્ય અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેવામાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીને લઈને હીટવેવનું યલો અને ઓરેન્જની આગાહી કરવામાં આવી છે. જેમાં આવતીકાલે 3 એપ્રિલથી 5 એપ્રિલ સુધી કચ્છ, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે.

6-7-8 એપ્રિલ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત કાળઝાળ ગરમીની આગાહી

- Advertisement -

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે આગામી 6-7-8 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ અને ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત સૌરાષ્ટ્રના મોરબી અને જૂનાગઢ જિલ્લામાં યલો એલર્ટ અને કચ્છ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હીટવેવથી બચવા માટે શું પગલાં લેવા?

- Advertisement -

– ગરમીના સંપર્કમાં આવવાનું ટાળો.

– તરસ ન લાગી હોય તો પણ પૂરતું પાણી પીવો.

– પોતાને હાઈડ્રેટેડ રાખવા માટે ORS, લસ્સી, ચોખાનું પાણી (તોરાની), લીંબુ પાણી, છાશ વગેરે જેવા ઘરે બનાવેલા પીણાંનો ઉપયોગ કરો.

રાજ્યના વિવિધ સ્થળોએ સવારના 8:30 વાગ્યે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 42.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે ભુજ, કંડલા એરપોર્ટ, ડીસા, ગાંધીનગર, અમદાવાદ, મહુવા, અમરેલી, રાજકોટ, કેશોદ જિલ્લામાં 40 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે.

 

 

Share This Article