World Health Day 2025: સારા આરોગ્યને સુખની પ્રથમ ચાવી ગણવામાં આવે છે. વર્તમાન સમયમાં બ્લડપ્રેશર, ડાયાબિટિસ જેવી સમસ્યા અનેક દર્દીઓમાં જોવા મળતી હોય છે. મેડિકલ સાયન્સ હરણફાળ ભરી રહ્યું છે અને તેના લીધે તમામ બીમારીનો ઈલાજ શક્ય બન્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો પ્રત્યેક પરિવાર હોસ્પિટલમાં દાખલ થવા પાછળ દર વર્ષે સરેરાશ રૂપિયા 7 હજારનો ખર્ચ કરે છે.
ગુજરાતના શહેરી કરતાં ગ્રામ્ય વિસ્તારમાં હોસ્પિટલમાં દાખલ થવા પાછળ 48 ટકા ઓછો ખર્ચ થાય છે
દર વર્ષે 7 એપ્રિલની ઉજવણી ‘વિશ્વ આરોગ્ય દિવસ તરીકે કરવામાં આવે છે. પરિવારદીઠ દર વર્ષે હોસ્પિટલમાં દાખલ થવા પાછળ સૌથી વધુ ખર્ચ થતો હોય તેવા રાજ્યમાં ગુજરાત ચોથું સ્થાન ધરાવે છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના અભ્યાસ અનુસાર શહેરી પરિવારમા હોસ્પિટલમાં દાખલ પાછળ દર વર્ષે સરેરાશ સૌથી વધુ ખર્ચ થતો હોય તેમાં કેરળ રૂપિયા 13140 સાથે મોખરે, મહારાષ્ટ્ર રૂપિયા 9122 સાથે બીજા, પંજાબ રૂપિયા 8272 સાથે ત્રીજા જ્યારે ગુજરાત રૂપિયા 7711 સાથે ચોથા સ્થાને છે.