Check Sweetness of Muskmelon: ઉનાળાની ઋતુમાં લોકો મોટાભાગે તરબૂચ અને ટેટી જેવા ફળોને તેમના ડાયટ પ્લાનમાં સામેલ કરે છે. ઉનાળામાં ટેટી ખાવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એવામાં જાણીએ કે ટેટી ખરીદતા પહેલા તેને કાપ્યા વગર જ તેની મીઠાશની અંદાજ લગાવવા ઈચ્છો છો તો ટિપ્સ બનશે ઉપયોગી.
1. ટેટીની સુગંધ પરથી નક્કી કરો
જો ટેટીમાંથી તીવ્ર સુગંધ આવતી હોય તો સમજવું કે ટેટી મીઠી હશે, જો સુગંધ હળવી હોય તો સમજવું કે તે ઓછી મીઠી હોઈ શકે છે. બીજી તરફ, જો નજીકથી સુંઘતા જ સુગંધ આવે છે તો સમજવું કે તે અંદરથી પાકેલી છે પણ મીઠી નથી.
2. ટેટીના કલર પરથી પણ મળે છે અંદાજ
ટેટીનો કલર જોઈને કોઈ પણ કહી શકે છે કે તે મીઠી છે કે નહી. જો ટેટીનું બહારનું પડ પીળા કલરનું હોય અને તેના પર લીલી જાળી જેવી પટ્ટીઓ હોય તો તે અંદરથી ખૂબ જ મીઠી અને સ્વાદિષ્ટ હશે. પરંતુ જો ટેટી લીલી અને મુલાયમ હોય તો તે બગડી શકે છે તેથી તેને ખરીદશો નહીં.
3. ટેટીને સ્ટેમથી તપાસો
ટેટીના ઉપરના ભાગને સ્ટેમ કહેવામાં આવે છે. બજારમાં ઘણા પ્રકારની ટેટી મળે છે, તેથી ટેટી ખરીદતી વખતે, સૌપ્રથમ તેની દાંડી તપાસો. તેને દબાવીને તપાસો, જો દાંડી આસાનીથી દબાઈ જાય તો સમજવું કે ટેટી પાકેલી અને મીઠી છે. જો દાંડીમાં છિદ્ર હોય અથવા ખૂબ વળેલી હોય, તો તેને ખરીદશો નહીં, કારણ કે તે ખરાબ થઈ શકે છે.
4. ટેટીનો નીચેનો હિસ્સો ચેક કરો
ઉપરથી ટેટી જોવાની સાથે તેનો નીચેનો ભાગ પણ જોવો જોઈએ. ટેટીનો નીચેનો હિસ્સો જો ઘાટા કલરનો હોય તો સમજવું કે તે કુદરતી રીતે પાકેલી છે, તેને પકાવવા માટે કોઈ કેમિકલનો ઉપયોગ નથી થયો. જો ટેટીનો નીચેનો હિસ્સો સામાન્ય દેખાતો હોય તો તે ખરીદશો નહી. કારણ કે આવી ટેટી પાકેલી અને મીઠી તો હશે, પરંતુ તેને કેમિકલથી પકાવેલી હશે.
5. ટેટીનું વજન તપાસો
ટેટીના વજન પરથી પણ જાણી શકાય છે કે તે પાકેલી અને મીઠી છે કે નહી. ટેટી જેટલી ભારે તેનો મતલબ તેમાં વધુ બીજ હોય છે, જેના કારણે તે ઓછી મીઠી હોય છે. તેમજ જો ટેટી વજનમાં હલકી હશે તો તેમાં બીજ ઓછા હશે અને તે મીઠી હશે.