Empty Stomach Tea Risks: ભારતમાં ચા પીવાનું વળગણ એટલું મોટું છે કે લોકો દિવસ દરમિયાન ગમે ત્યારે ચા પીવે છે અને પીવડાવે છે. મિત્રો મળ્યા છે તો ચા પીવાની, ચા પીવા મળવાનું, સંબંધીઓ, કુટુંબીઓ, ઑફિસના સાથીઓ, મહેમાનો અને બીજા કોઈપણ લોકો સાથે ચા પીવામાં ભારતીયો અવ્વલ છે.
શું ચા પીવાથી ઊંઘ ઉડી જાય કે સુસ્તી જતી રહે છે?
સામાન્ય રીતે લોકો થાક, કંટાળો, સુસ્તી અને ઊંઘ દૂર કરવા માટે ચા પીવાનું પસંદ કરે છે. તેના કારણે સવારમાં ગરમાગરમ ચા પીવાની આદત લોકોમાં સૌથી વધારે જોવા મળી રહી છે. સવાલ એ થાય છે કે, ખરેખર ચા પીવાથી ઊંઘ ઉડી જાય છે કે પછી સુસ્તી જતી રહે છે.
વધુ પડતાં કેફિનનું સેવન મગજ માટે નુકસાનકારક