બ્રોકોલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બ્રોકોલીમાં વિટામિન K, સેલેનિયમ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. મગજના સારા સ્વાસ્થ્ય માટે તમારી ડાયટમાં બ્રોકોલીનો સમાવેશ કરો. તમે નાસ્તામાં પણ બ્રોકોલીનું સેવન કરી શકો છો.
ગાજર
બ્રેન હેલ્થ માટે ગાજરને શ્રેષ્ઠ શાકભાજી માનવામાં આવે છે. કારણ કે ગાજરમાં બીટા કેરોટીન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે મગજને તેજ બનાવે છે. તમે ગાજરનું સેવન ઘણી રીતે કરી શકો છો. તમે ગાજરને સલાડ તરીકે ખાઈ શકો છો. આ સિવાય તમે ગાજરનો સૂપ બનાવીને પણ પી શકો છો.
ભીંડા
ભીંડામાં પોલિફીનોલ્સ અને વિટામિન બી6 જેવા પોષક તત્વો હોય છે, જે મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મગજના સારા સ્વાસ્થ્ય માટે તમારે તમારી ડાયટમાં ભીંડાનો સમાવેશ કરવો જોઈએ.
ટામેટા
ટામેટામાં લાઈકોપીન હોય છે જે મગજના કોષોને નુકસાનથી બચાવે છે. તમે તમારા આહારમાં ટામેટાને ઘણી રીતે સામેલ કરી શકો છો. તમે સલાડમાં ટામેટાં ખાઈ શકો છો. આ સિવાય તમે ટમેટાના સૂપ, ટામેટાની ચટણીનું સેવન પણ કરી શકો છો.