બાળકોને જો શરદી ઉધરસ થાય તો તેને વધારે દવા દેવી પણ જોખમી હોય છે

newzcafe
By newzcafe 3 Min Read

ઘરેલુ ઈલાજથી શરદી ઉધરસની સમસ્યાથી મુક્તિ મેળવો


ઘરેલુ ઈલાજથી શરદી ઉધરસની સમસ્યાથી મુક્તિ મેળવો 


ઘરેલુ ઈલાજ: દવા કરીને થાકી ગયા પણ નથી મટતી ઉધરસ ? તો ટ્રાય કરો આ ઘરેલુ નુસખા, તુરંત થશે અસર


બાળકોને જો શરદી ઉધરસ થાય તો તેને વધારે દવા દેવી પણ જોખમી હોય છે


વરસાદી વાતાવરણમાં ભેજના લીધે વાયરલ ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. જેમાં બાળકોને સૌથી વધારે શરદી ઉધરસની સમસ્યા થવા લાગે છે. ઘરમાં બાળકને જ્યારે શરદી કે ઉધરસ થઈ જાય તો માતા પિતાની ચિંતા પણ વધી જાય છે. કારણ કે શરદી ઉધરસ ના કારણે બાળક ખાવા પીવાનું પણ છોડી દેતા હોય છે. બાળકોને જો શરદી ઉધરસ થાય તો તેને વધારે દવા દેવી પણ જોખમી હોય છે કારણ કે દવાથી બાળકોના લીવર પર અસર પડી શકે છે. આવી સ્થિતિમાં તમે કેટલાક ઘરેલુ નુસખા અજમાવીને શરદી ઉધરસ ની સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. 


શરદી ઉધરસ માટેના ઘરેલુ ઈલાજ


1. બાળકની શરદી કે ઉધરસ થઈ જાય તો આદુ આપવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેના માટે આદુનો રસ કાઢી તેમાં થોડું મધ ઉમેરીને બાળકની પીવડાવી દેવું. આદુનો રસ મધ સાથે આપવાથી ઉધરસમાં ઝડપથી આરામ મળે છે. આ સિવાય તમે આદુને પાણીમાં ઉકાળી આ પાણી પણ બાળકને પીવડાવી શકો છો.


2. અજમા પણ બાળકને ઉધરસથી રાહત તપાવવામાં મદદ કરી શકે છે. તેના માટે એક ચમચી અજમાને એક ગ્લાસ પાણીમાં ઉકાળી ત્યાર પછી પાણીને ગાળી અને બોટલમાં ભરી લો. દિવસ દરમિયાન આ પાણી થોડું થોડું બાળકની પીવડાવતા રહો તેનાથી ઉધરસ ઝડપથી મટે છે.


3. સૂકી ઉધરસમાં બાળકને મધ આપવું ફાયદાકારક સાબિત થઈ શકે છે તેના માટે થોડી થોડી કલાકે બાળકને અડધી ચમચી મધ ચટાડી દેવું. 


4. ઉધરસ મટાડવા માટે લસણનો ઉપાય પણ ફાયદાકારક સાબિત થશે. તેના માટે લસણની કળીને સારી રીતે વાટી તેમાં મધ ઉમેરીને બાળકને ખવડાવો દિવસમાં બે થી ત્રણ વખત મધ અને લસણ ખવડાવવાથી ઉધરસ ઝડપથી મટે છે.


5. શરદી ઉધરસમાં કાળા મરી પણ ફાયદાકારક છે તેના માટે કાળા મરીનો પાવડર કરી તેમાં મધ ઉમેરીને બાળકને ખવડાવો તેનાથી ઉધરસ થી ઝડપથી રાહત મળશે.

Share This Article