Drinking Water: જરુરથી વધુ પાણી પીવું થઈ શકે છે હાનિકારક, જાણો કેમ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Drinking Water: પાણી આપણા દરેકના જીવન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પાણી પીવાથી માત્ર તરસ છીપાય એટલું જ નથી, પરંતુ શરીરને હાઇડ્રેટેડ પણ રાખે છે અને શરીરમાંથી બધા ઝેરી તત્વો દૂર કરવામાં મદદરુપ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે જરૂર કરતાં વધુ પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ કે વધુ પડતું પાણી પીવાથી શું ગેરફાયદા છે.

જરૂરીયાત કરતાં વધુ પાણી પીવાથી કિડની પર ભાર પડે છે

શરીરમાં કિડનીનું કામ પાણીને ફિલ્ટર કરવાનું છે અને વધારાનો કચરો દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ જરૂરીયાત કરતાં વધુ પાણી પીવાથી કિડની પર ભાર પડે છે અને તેને કામ કરવામાં મુશ્કેલી પડે છે. સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ આપણા શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. વધુ પડતું પાણી પીવાથી આ ઇલેક્ટ્રોલાઇટ્સ પાતળું થઈ જાય છે. જેના કારણે વ્યક્તિને સ્નાયુઓમાં ખેંચાણ અને નબળાઈનો સામનો કરવો પડી શકે છે.

- Advertisement -

ઓછું પાણી પીવાથી સ્નાયુઓમાં ખેંચાણ થઈ શકે છે

પાણીનો વધુ પડતો ઉપયોગ અને પાણીનો અભાવ બંને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. પાણીની અછત ડિહાઇડ્રેશનનું જોખમ વધારે છે, જ્યારે જરૂર કરતાં વધુ પાણી પીવાથી ઓવરહાઇડ્રેશન થઈ શકે છે. ખાસ કરીને રમતવીરો આ સમસ્યાથી વધુ પ્રભાવિત થાય છે. ઓછું પાણી પીવાથી સ્નાયુઓમાં ખેંચાણ થઈ શકે છે, જ્યારે વધુ પડતું પાણી પીવાથી લોહીની જાડાઈ ઓછી થાય છે.

પાણી એટલું જ પીવો જેટલી તરસ છીપાવવા માટે જરૂરી હોય

નિષ્ણાતોના મતે પાણી એટલું જ પીવો જેટલી તરસ છીપાવવા માટે જરૂરી હોય. જબરજસ્તીથી પાણી પીવું યોગ્ય નથી. ખાસ કરીને જો તમને તરસ ન લાગી હોય. વધુ પડતું પાણી પીવાથી ચક્કર આવવા, અસ્વસ્થતા અને ક્યારેક ઝડપી ધબકારા પણ થઈ શકે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે વ્યક્તિએ ઓછું પાણી પીવું જોઈએ. આલ્કોહોલ સિવાય આપણે જે પણ પ્રવાહીનો ઉપયોગ કરીએ છીએ તેમાં અમુક માત્રામાં પાણી હોય છે.

શરીરમાં પાણીની માત્રા સંતુલિત હોવી જોઈએ

આ ઉપરાંત, શરીરમાં પાણીની માત્રા સંતુલિત હોવી જોઈએ, પરંતુ જરૂરિયાત કરતાં વધુ નહીં. તરસ લાગવી એ એક સંકેત છે કે, હવે શરીરને પાણીની જરૂર છે, તેથી જ્યારે જરૂર લાગે ત્યારે જ પાણી પીવો. તરત ન લાગી હોય તો પણ વારંવાર પાણી પીવું યોગ્ય નથી.

પાણીની ઉણપનો અંદાજ પેશાબના કલર પરથી લગાવી શકાય છે

પાણીની ઉણપનો અંદાજ પેશાબના કલર પરથી લગાવી શકાય છે. જો પેશાબ ઘેરો રંગનો હોય, તો તે શરીરમાં પાણીની ઉણપનો સંકેત છે. જોકે, તેને મટાડવા માટે વધુ પડતું પાણી પીવું યોગ્ય નથી. નિષ્ણાતાના મતે આછો પીળો પેશાબ સામાન્ય માનવામાં આવે છે.

Share This Article