Running Speed: ઉંમર પ્રમાણે દોડવાની આદર્શ સ્પીડ કેટલી હોવી જોઈએ? ધીમું દોડવું પડકારરૂપ બની શકે!

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Running Speed: રનિંગ ખૂબ બેઝિક એક્સરસાઈઝ છે જે ઓવરઓલ હેલ્થને પ્રમોટ કરે છે. તેનાથી હાર્ટ હેલ્થ તો સુધરે જ છે સાથે વજન પણ ઘટે છે પરંતુ જે લોકો નવું-નવું રનિંગ શીખે છે, તે લોકોને દોડવામાં મુશ્કેલી થાય છે અને ઘણી વખત ઉંમર અનુસાર પણ આ તકલીફ વધતી જાય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે શરૂઆત હંમેશા નાના ગોલથી કરવી જોઈએ.

પહેલા દિવસથી જ ઝડપી અને વધુ અંતર નક્કી કરવાના નિર્ણય લેવાથી બચવું જોઈએ પરંતુ શું તમે જાણો છો. ઉંમર અનુસાર એક નક્કી સ્પીડ ડિસાઈડ કરવામાં આવી છે જેટલું દરેકે દોડવું જોઈએ. જો કોઈની સ્પીડ તેનાથી ઓછી છે તો શક્ય છે કે તેને કોઈ શારીરિક સમસ્યા હોય.

- Advertisement -

તાજેતરમાં જ મેનહટ્ટનમાં લાઈફ ટાઈમ સ્કાયના રનિંગ કોચ ગ્યૂસેપ્પે કૈરોનાએ જણાવ્યું છે કે એક માઈલનું અંતર નક્કી કરવા માટે દરેક ઉંમરના લોકોને કેટલો સમય લાગવો જોઈએ પરંતુ તમારો આ સમય તમારી ઉંમર, જાતિ, બ્રેકફાસ્ટ વગેરે પર નિર્ભર કરશે. સામાન્ય માણસ 9-10 મિનિટ પ્રતિ માઈલની ગતિથી દોડે. રનર્સ 7 મિનિટ અને ટોપ એથલીટ 5 મિનિટમાં 1 માઈલનું અંતર નક્કી કરે છે.’

ઉંમર અનુસાર 1 માઈલ (1.6 કિલોમીટર) નું અંતર નક્કી કરવામાં લાગનારો સમય આ પ્રકારે છે.

ઉંમર 20-30 વર્ષ: પુરુષોનો સરેરાશ સમય 6:37 મિનિટ, મહિલાઓનો 7.49 મિનિટ.

ઉંમર 30-40 વર્ષ: પુરુષોનો સરેરાશ સમય 6:47 મિનિટ, મહિલાઓનો 7.49 મિનિટ.

ઉંમર 40-50 વર્ષ: પુરુષોનો સરેરાશ સમય 7.14 મિનિટ, મહિલાઓનો 8.17 મિનિટ.

ઉંમર 50-60 વર્ષ: પુરુષોનો સરેરાશ સમય 7.50 મિનિટ, મહિલાઓનો 9.11 મિનિટ.

કૈરોનાનું કહેવું છે કે આ સ્પીડ સુધી પહોંચવા માટે તમારે અઠવાડિયામાં 4-5 વખત રનિંગ કરવું પડશે. જો તમે એક માઈલ પણ સારી સ્પીડથી ન દોડી શક્યાં તો તેનો અર્થ છે કે તમારે તમારી હાર્ટ હેલ્થ પર ધ્યાન આપવું પડશે અને ઓવરઓલ હેલ્થમાં સુધારો કરવો પડશે.’

જો તમે અત્યારથી પ્રેક્ટિસ કરવા માગો છો તો કૈરોના બે કે ત્રણ મિનિટ દોડવા અને એક કે બે મિનિટ ચાલવાની વચ્ચે વારાફરતી પ્રેક્ટિસ કરવાની સલાહ આપે છે. જો તમે તમારી રનિંગને ઈમ્પ્રૂવ કરવા માગો છો તો રનિંગમાં ખીણવાળા એરિયા જોડવા, એન્ડ્યૂરેન્સ વધારવું, સ્વિમિંગ કરવું, સાઈકલ ચલાવવી અને વેટ ટ્રેનિંગ કરવું સામેલ કરી શકો છો.

Share This Article