Vegetarian Superfood Rajgiro: 99% ભારતીયો આ શાકાહારી સુપરફૂડથી અજાણ! શરીર માટે અદભૂત ફાયદા

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Vegetarian Superfood Rajgiro: આપણે જ્યારે આરોગ્યની વાત કરીએ છીએ તો આપણા મગજમાં ડ્રાયફ્રૂટ્સ, ફળોથી લઈને અનેક પ્રકારના અનાજોનું નામ મગજમાં આવે છે. આ બધાને વિટામિન અને ખનિજોના ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે, જે તમારા શરીરની કેટલીક ઉણપથી દૂર કરે છે. આ ઉપરાંત, આમળા, નારંગી, હળદર અને લસણ જેવા સુપરફૂડ્સ પણ છે, જે ડોકટર આપણને ખાવાની સલાહ આપે છે. આ દરેક વિશે મોટાભાગના લોકો તો જાણે જ છે, પરંતુ એક સુપરફૂડ છે જેના વિશે 99% ભારતીયો કદાચ નહીં જાણતા હોય. હવે પ્રશ્ન એ થાય છે કે આ સુપરફૂડ કયું છે?

રાજગરો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક 

- Advertisement -

અમે જે સુપરફૂડ વિશે વાત કરી રહ્યા છીએ, તે બીજું કોઈ નહીં પણ રાજગરો છે. તેને રામદાણા અને અમરનાથ પણ કહેવામાં આવે છે. આ અનાજ નથી, અને લોકો ઉપવાસ દરમિયાન તેને ખાય છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, જો તમે તેને દરરોજ ખાશો તો તે તમારા સ્વાસ્થ્યને બમણો ફાયદો થશે.

રાજગરામાં વિટામિન બી, વિટામિન સી અને મેગ્નેશિયમ પણ રહેલા છે

- Advertisement -

100 ગ્રામ રાજગરામાં 340 મિલિગ્રામ કેલ્શિયમ રહેલું છે. એટલું જ નહીં, તેમાં વિટામિન બી, વિટામિન સી અને મેગ્નેશિયમ પણ રહેલા છે. આશ્ચર્યની વાત એ છે કે, રાજગરો એકમાત્ર શાકાહારી ખોરાક છે જેમાં બધા 9 પ્રકારના એમિનો એસિડ રહેલા છે. આ કારણોસર તેને પ્રોટીનનો સંપૂર્ણ શાકાહારી સ્ત્રોત માનવામાં આવે છે.

રાજગરો વધારાની ચરબી ઘટાડીને વજન ઘટાડવામાં પણ મદદરુપ

- Advertisement -

રાજગરો વધારાની ચરબી ઘટાડીને વજન ઘટાડવામાં પણ મદદરુપ થાય છે. તમે રાજગરાનો ઉપયોગ અન્ય અનાજની જેમ કરી શકો છો. તમે તેનો લોટ બનાવીને રોટલી બનાવીને ખાઈ શકો છો.આ સાથે, તમે રાજગરાને ભાતની જેમ શાકભાજી ઉમેરીને ખાઈ શકો છો, અથવા તમે તેને દૂધ ઉમેરીને દલીયાની જેમ પણ ખાઈ શકો છો.

રાજગરાને ખાવાથી ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે છે

રાજગરાને ખાવાથી ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે છે. કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોવાથી હાડકાં મજબૂત બને છે. તે બળતરા ઘટાડે છે અને હાર્ટ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

Share This Article