તમે ગ્લુટીલ ફ્રી ચોખા અને બટાકામાંથી બનાવેલ ઉત્તપમ તૈયાર કરીને ખાઈ શકો છો. તમે અત્યાર સુધી જેટલા પણ પ્રકારના ઉત્તપમ ખાધા હશે તેનો સ્વાદ તમે ભૂલી જશો. અહીં જાણીએ આ સ્વાદિષ્ટ ઉત્તપમ રેસિપી
સવારનો ખુબજ ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સ્વાદિષ્ટ અને હેલ્ધી બ્રેકફાસ્ટ તમારા દિવસની સારી શરૂઆત છે કારણ કે દિવસ દરમિયાન એનર્જી ટકાવી રાખવામાં મદદ કરે છે. જો તમારા સોમવારના દિવસે ઓછા સમયમાં હેલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તો બનાવવાનું વિચારો છો તો ઉત્તપમ રેસીપી તમારા માટે ઉપયોગી થઈ શકે છે.
તમે ગ્લુટીલ ફ્રી ચોખા અને બટાકામાંથી બનાવેલ ઉત્તપમ તૈયાર કરીને ખાઈ શકો છો. તમે અત્યાર સુધી જેટલા પણ પ્રકારના ઉત્તપમ ખાધા હશે તેનો સ્વાદ તમે ભૂલી જશો. અહીં જાણીએ આ સ્વાદિષ્ટ ઉત્તપમ રેસિપી
બટાકા ઉત્પમ રેસીપી
સામગ્રી :
1 કપ – ચોખાનો લોટ
¾ કપ – (160 ગ્રામ) બટાકા બાફેલા અને છૂંદેલા
1½- કપ પાણી
સ્વાદ મુજબ મીઠું
¼ કપ – ઝીણી સમારેલી ડુંગળી
¼ કપ – સમારેલા ટામેટા
¼ કપ – લીલા કેપ્સીકમ સમારેલા
½ કપ -છીણેલા ગાજર
2 ચમચી સમારેલા લાલ કેપ્સીકમ
2 ચમચી સમારેલા લીલા મરચા
½ ટીસ્પૂન ઝીણું સમારેલું આદુ
એક ચપટી કાળા મરી પાવડર
½ ચમચી સમારેલા મીઠા લીમડાના પાન
¼ કપ ઝીણી સમારેલી કોથમીર
3 ચમચી- ઈનો
તેલ – તળવા માટે
બટાકા ઉત્પમ રેસીપી
બટાકા ઉત્પમ બનાવવા માટે સૌપ્રથમ એક કપ ચોખાનો લોટ, બાફેલા અને છૂંદેલા બટાકા અને દોઢ કપ પાણી મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને મિક્સ કરો. જ્યારે તે ઘટ્ટ બેટર બની જાય ત્યારે તેને બાઉલમાં કાઢી લો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ડુંગળી, કેપ્સિકમ, ટામેટા, ગાજર, લીલા મરચાં, મીઠા લીમડાના પાન, આદુ, કાળા મરી પાઉડર, ધાણાજીરું પાઉડર, આ બધી વસ્તુઓને ધોઈને બારીક સમારી લો.
હવે આ સમારેલ શાકભાજી ચોખાના લોટમાં ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો.
હવે ગેસ પર તવાને ગરમ કરો. તેમાં થોડું તેલ ઉમેરો. હવે બેટરને તવા પર ગોળ ગતિમાં ફેલાવો. તેને બંને બાજુથી સારી રીતે પકાવો. તમે તેને લીલી ચટણી અથવા દહીં સાથે સર્વ કરો.